દારુ પીવાથી સેક્સ પાવર વધે છે કે ઘટે છે? જાણો હકીકત...

PC: toiimg.com

દારુ એવી વસ્તુ છે જે સારા એવા વૈવાહિક જીવનને તબાહ કરી નાંખે છે. માણસને દારુ અંદરથી જ ખોખલું કરતો નથી પણ માનસિક રીતે પણ વિપરીત અસર કરે છે. દારુનાં કારણે ખુશહાલ પરિવારો પણ વેર-વિખેર થઈ જાય છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓનો સિલસિલો એવો શરૂ થઈ જાય છે કે જે ક્યારેય સમાપ્ત થતો નથી.

દારુની સેક્સ લાઈફ પર ખાસ્સી એવી અસર થાય છે. પ્રથમ તો દારુનાં સતત આદી બની જવાથી નપુંસકતાનાં લક્ષણ આવી જાય છે. આના કારણે સેક્સયુઅલ એક્સાઈટમેન્ટમાં ઘટાડો થઈ જાય છે. સેક્સ કરવા માટે અસમર્થ બની જાય છે અને એવી વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ નબળો પડી જાય છે.

દારુડિયો માણસ પત્નીની ઈચ્છાને પરિપૂર્ણ કરી શકતો નથી. જે લોકો એવો વિચાર કરે છે કે દારુ પીવાથી સેક્સ પાવર વધે છે તે લોકો મોટાભાગે દારુ પીદ્યા બાદ સેક્સ કરવા લાયક જ હોતા નથી. પિક્ચરોમાં બતાવે છે દારુ પીદ્યા બાદ વિલન હિરોઈન પર રેપ કરે છે એવાં સીન જોઈને જો સેક્સ કરવા ગયા તો એમ સમજો કે મોટી ભૂલ કરી રહ્યા છે. તમે તમારી પત્નીને પણ આડકતરી રીતે દારુ પીવડાવી રહ્યા છો કારણ કે લોહીની નાસિકાઓ મારફત તમારામાં રહેલું નશાકારક દ્રવ્ય સીધી રીતે પત્નીનાં લોહીમાં પ્રેવેશી જાય છે. જો મહિલા દારુ પીતી હોય તો એ પતિ માટે આવી જ રીત નુકશાનકારક બની શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે વ્યક્તિ દારુ પીએ છે તેમાં ઉત્તેજના આવે છે પરંતુ તે સેક્સ ભોગવી શકે એટવા પ્રમાણમાં હોતી નથી. કારણ કે થાક અને નશાની સ્થિતિમાં એ વ્યક્તિ સેક્સ કરવા લાયક હોતો નથી. ધીમે ધીમે ઉત્તેજના થવાનું જ બંધ થઈ જાય છે. અંતે એટલું કહી શકાય કે દારુ પીવાથી સેક્સ પાવર જ નહી પણ ઘરની શાંતિ પણ હણાઈ જાય છે. ભલું એ છે કે દારુને વહેલાસર છોડી દેવો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp