આવા પુરુષો બરાબર સેક્સ એન્જોય કરી શકતા નથી

13 Aug, 2017
09:31 PM
PC: kpn24.in

સેક્સ માણવું અને કરવું આ બન્નેમાં બહુ ફરક છે. સેક્સોગ્રાફમાં વીર્ય સ્ખલનની અવધિ કેટલી. માત્ર અડધી સેકન્ડમાં કામ તમામ થઈ જાય છે. પરંતુ આવા કેટલાય લોકો છે જેઓ સેક્સ માણી શકવાનાં આનંદથી વિમુખ રહેલા છે.

ટીન એજની અવસ્થામાં જે પુરુષો પોર્ન જૂએ છે તેની અસર પાછળથી ખરાબ રીતે પડે છે. નેબ્રાસ્કા યુનિવર્સિટીનાં સંશોધનકર્તાની ટીમે આ દાવો કર્યો છે.
આ ટીમનાં સરવેમાં માલૂમ પડ્યું છે કે જે લોકોએ નાની ઉંમરમાં પોર્ન ફિલ્મો જઈ હશે તે તમામ મહિલાઓ પર રોફ જમાવવાની કોશિશ કરતા જોવા મળે છે.

તો બીજી તરફ જેટલા લોકો મોટી ઉંમરમાં પોર્ન જૂએ છે તેમનામાં સેક્સ સંબંધ બાંધવા માટે અધીરાપણું હોય છે. અંદાજે 20 વર્ષની ઉંમરનાં 330 અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સનો સરવે કરતાં માલૂમ પડ્યું છે કે આ તમામ સ્ટુડન્ટ્સે સરેરાશ 13 વર્ષની ઉંમરનાં બ્લ્યુ ફિલ્મો પહેલીવાર જોઈ હતી.

સૌથી નાની ઉંમરમાં જે પુરુષે બ્લ્યુ ફિલ્મ જોઈ હતી તે પુરુષ તે વખતે પાંચ વર્ષની ઉંમર હતો ત્યારે તેણે બ્લ્યુ ફિલ્મ જોઈ હતી. જ્યારે સરવે સામેલ એક વ્યક્તિએ 26 વર્ષમી ઉંમરમાં બ્લ્યુ ફિલ્મ જોઈ હતી. સરવેમાં આવેલા આંકડા હજુ સુધી કશે પ્રકાશિત કરવામાં આવ્યા નથી. પરંતુ આ સરવેને વોશિંગ્ટનનાં એક સંમેલનમાં લોકોની જાણકારી માટે રજૂ કરવામાં આવ્યો હતો.

પ્લેબોય સ્ટાઈલની લાઈફ

ચીફ ઈન્વેસ્ટીગેટર એલિસા બિશમેન અને તેમની ટીમે પુરુષોને પ્રશ્ન કર્યા હતા. પુરુષોને પૂછવાનું મુખ્ય કારણ એ હતું કે મોટાભાગનાં પુરુષો હેટ્રોસેક્સ્યુઅલ હતા. તેમણે પ્રથમ જ વાર બ્લ્યુ ફિલ્મ જોઈ હતી. ઈરાદાપૂર્વક હોય કે અચાનક હોય તેમને આ ફિલ્મો જબરદસ્તી બતાવવામાં આવી હતી.

સરવે દરમિયાન પુરુષોને 46 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આને આધારે ટીમ એ નિષકર્ષ પર આવી હતી કે આવા પુરુષો મહિલાઓ પર રોફ જમાવી રહ્યા છે.અને મોટાભાગનાં પુરુષો સેક્સ અને પ્લેબોય લાઈફસ્ટાઈલ પસંદ કરી રહ્યા હતા.

સંશોધન પરથી માલૂમ પડ્યું કે વધારે પડતી બ્લ્યુ ફિલ્મો જોનારા લોકો સેક્સ અને જલ્દી-જલ્દી પાર્ટનર બદલવાની ઈચ્છા રાખે છે. જે લોકો નાની ઉંમરમાં જ બ્લ્યુ ફિલ્મો જોઈ લે છે તેઓ ત્યાર બાદનાં જીવનમાં સેક્સ લાઈફને સંતોષ આપી શકતા નથી. તેઓ હંમેશ નવા પાર્ટનરની શોધ કરતા રહે છે.

ભેદભાવની ભાવના

જોકે, સરવેમાં ક્યાંય દર્શાવાયું નથી કે આવા પુરુષોએ ક્યાં અને કેટલી વાર પોર્ન જોયું છે. આ ઉપરાંત વ્યક્તિત્વને લઈને પણ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. પોર્નોગ્રાફીની અસર મોટાભાગે યુવા પુરુષોની લાઈફ પર વધુ હોય છે.
સેક્સોલોજીસ્ટોનું માનવું છે કે પોર્નનાં કારણે યુવાઓમાં લિંગનાં આધારે ભેદભાવની લાગણી જન્મી જાય છે અને સેક્સ માટે તેમની સક્ષમતા અને કુશળતામાં ઘટાડો થઈ જાય છે. પોર્ન પુરુષો માટે જરાય સારી વસ્તુ નથી. યુવાઓએ સેક્સ લાઈફને એન્જોય કરવા માટે હેલ્થી મેન્ટલ ટ્રીટમેન્ટ અને અન્ય હકારાત્મક રોલ મોડેલની જરૂર છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: