કોણ માણે છે સૌથી વધુ સેક્સ?

15 Nov, 2017
09:31 PM
PC: thesun.co.uk

ચિકાગો યુનિવર્સિટીનાં સંશોધકોએ સેક્સ ઈન અમેરિકામાં નોંધ્યું છે કે આપણે જે લોકો માટે એવું માનતા હોઈએ કે તે ખરેખર ઓછું સેક્સ માણે છે અને જેના માટે એવું માનતા હોઈએ કે તે વધારે સેક્સ માણે છે તો આ વાત હકીકતમાં સત્ય હોઈ શકે પણ નહી.

તો સૌથી વધુ સેક્સ કોણ માણે છે? પરણેલા લોકો. હા, એ લોકો કે જેમનાં સેક્સ જીવનને રોજીંદું ચીલાચાલુ માનવામાં આવે છે. સંશોધકો કહે છે કે સેક્સ માણવામાં સૌથી મોટું ફેકટર કપલ તરીકે હોવું તે છે. તમે જો સિંગલ હો તો તમે ઓછું જ સેક્સ માણતા હો એવું મનાય છે. અહીં તહીં ભટકતા રહેતા પ્લેબોય ટાઈપનાં પુરુષો વધુ સેક્સ માણતા હોવાનું માની લેવાય છે.

જેની પાસે સેક્સ માટે વઘારે પાર્ટનર છે તે વધારે સેક્સ માણે છે તે માની લેવું ભૂલભરેલું છે. હા, આમાં અપવાદરૂપ આવા પ્લેબોય ટાઈપનાં પાંચ ટકા પુરુષો આવી શકે છે કે જેમની પાસે 5 કે 6 પાર્ટનર કે ગર્લ ફ્રેન્ડ હોય. આવા પ્લેબોય છાપ પુરુષો સેક્સ માણવામાં પરિણીત પુરુષને પણ પાછળ રાખી દે છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: