બે હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર

PC: bloomberg.com

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂત પરિવારને સહાયરૂપ થવા માટે ‘પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ (PM-KISAN)’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ 2(બે) હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા 6000/- ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપત્ર થશે. પ્રથમ હપ્તા તરીકે તારીખ 01/12/2018 થી 31/03/2019 સુધીનો સમયગાળો રહેશે. આ યોજના હેઠળ જમીનધારક કુટુંબ એટલે કે પતિ, પત્નિ અને સગીર બાળકો (અઢાર વર્ષથી ઓછી વયના) કે જેઓ સંયુક્ત રીતે પોતાની બે હેક્ટર સુધી ખેડાણલાયક જમીન ધરાવતા હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. જમીન ધારકતા અંગે તા.1/ર/2019 ની સ્થિતિએ ખેડૂત તરીકે નોંધણી થયેલ હોવી જરૂરી છે.

આ યોજનાનો લાભ લેવા માટે સુરત જિલ્લાના ખેડૂતોએ સરકારના ડિજીટલ ગુજરાત પોર્ટલ ઉપર તા.16/2/2019 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે માટે ખેડૂતમિત્રોએ સબંધિત ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે તલાટી-કમ-મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રી, વીસીઈ (ગ્રામ્ય કોમ્યુટર સાહસિક)નો સંપર્ક કરવાનો રહેશે. 

સુરત જિલ્લાના તમામ ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ મેળવવા માટે તાત્કાલિક સબંધિત ગ્રામ પંચાયત ખાતે જરૂરી સાધનિક કાગળો સાથે રૂબરૂ જઈ પોતાની ઓનલાઈન અરજી કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, તા.13 સુધીમાં જિલ્લાના 17,955 ખેડૂત કુટુંબોની ઓનલાઈન પોર્ટલ અરજીઓ મેળવવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp