PM મોદી હંમેશાં ખેડૂતોની સાથે, કૃષિ કાયદા પાછા લેવા કુશળ રાજકીય પગલું: અમિત શાહ

PC: pipanews.com

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ નવા કૃષિ કાયદાઓ પાછા લેવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પગલું લઇને કુશળ રાજનીતિજ્ઞ હોવાનો પરિચય આપ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને સંસદ સત્ર શરૂ થવા પહેલા શુક્રવારે સવારે રાષ્ટ્રના નામે સંબોધન કરી આ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી.

હોમ મિનિસ્ટર અમિત શાહે આ જાહેરાત પછી ટ્વીટ કરી કહ્યું કે, કૃષિ કાયદાના સંબંધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાતનું સ્વાગત છે. તેમનો આ નિર્ણય યોગ્ય અને કુશળળ રાજકીય પગલું છે. જેવું કે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરકાર ખેડૂતોની સેવા કરતી રહેશે અને હંમેશા તેમના પ્રયાસોનું સમર્થન કરશે.

વધુ અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીજીની જાહેરાતમાં એ અદ્ભુત વાત છે કે તેમણે આ જાહેરાત માટે ગુરુ પર્વના વિશેષ દિવસની પસંદગી કરી છે. આનાથી જાણ થાય છે કે તેમના મનમાં પ્રત્યેક ભારતીયના કલ્યાણ ઉપરાંત કોઇ અન્ય વિચાર છે જ નહીં. તેમણે અસાધારણ શાસન કળાનો પરિચય આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર સંસદના આવનારા શિયાળુ સત્રમાં આ ત્રણેય કૃષિ કાયદાઓને રદ્દ કરવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરી દેશે.

જણાવીએ કે, કેન્દ્રની મોદી સરકાર પાછલા વર્ષે કૃષિ ક્ષેત્રે સુધાર માટે ત્રણ કાયદા લાવી હતી પણ, ઘણા ખેડૂત સંગઠનો સતત આનો વિરોધ કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી આંદોલન કરી રહેલા ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે, ગુરુ પર્વના અવસર પર અપીલ કરું છું કે તમે પોત પોતાના ઘરે પરત ફરી જાઓ. તમારા ખેતરોમાં ફરો, પરિવાર વચ્ચે જાઓ, આવો મળીને એક નવી શરૂઆત કરીએ.

જોકે ખેડૂત સંગઠનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન તરત પાછું લેવાશે નહી. અમે એ દિવસની રાહ જોશું જ્યારે કૃષિ કાયદાઓ સંસદમાં રદ્દ કરવામાં આવશે. સરકાર MSPની સાથે સાથે ખેડૂતોના બીજા મુદ્દાઓ પર પણ વાચતીત કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp