શીંગવડા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું, ખેડૂતોના શિયાળુ પાકને મળ્યું જીવતદાન

PC: khabarchhe.com

આ વર્ષ ગુજરાતમાં સરેરાશ વરસાદની ઘટ રહી છે, ત્યારે ગુજરાતના ખેડૂતો માટે સરકાર હવે સંવેદનશીલ બની હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની માંગ અને વિવાદ બાદ મોટાભાગના ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમયે ગીર સોમનાથના સૌથી મોટા ડેમ શિંગવડા ડેમમાંથી પણ ખેડૂતોને શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે. ગીર સોમનાથના સૌથી મોટા ડેમ શિંગવડા સિંચાઈ યોજનામાંથી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી કુલ 10 ગામના ખેડૂતોની 1000 હેકટર જમીનને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે. કેનાલમાં 125 ક્યુસેક પ્રવાહ પાણીનો જથ્થો વહી રહ્યો છે. જેથી પાકની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતોના ખેતર રવિપાક માટે તૈયાર થઈ ચૂક્યા છે. ઘઉં તેમજ શેરડીનું વાવેતર થઈ રહ્યું છે. આ પાક માટે જરૂરી પાણી શીંગવડા ડેમમાંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે. શીંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં 125 ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે. અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. શીંગવડા ડેમની બ્રાન્ચ કેનાલમાંથી જે 10 ગામના ખેડૂતોને પાણી મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp