26th January selfie contest
BazarBit

કપાસના પાકની વચ્ચે સોયાબીનની ખેતી કરતા ખેડૂતોની કમાણી વધી

PC: khabarchhe.com

ભારતમાં પંજાબમાં સૌ પ્રથમ વખત સોયાબીન વાવવાનો અખતરો કરાયો હતો. પછી વડોદરા રાજ્યમાં આના વાવેતરનો અખતરો કરાયો હતો. ત્યારથી ભારતમાં સોયાબીન થવા લાગ્યા હતા. પણ થોડા વર્ષો પહેલાં સારા બીયારણ ન હોવાના કારણે ખેડૂતોએ તેનું વાવેતર બંધ કરી દીધું હતું. હવે ફરીથી ગુજરાતમાં સોયાબીનની ખેતી થઈ રહી છે. આદિવાસી વિસ્તારોમાં તેનું વાવેતર વધું છે. પણ જ્યાં કપાસનું વાવેતર વધું થાય છે ત્યાં સોયાબીનનું મોટા પ્રમાણમાં વાવેતર કરી શકાય તેવા પ્રયોગ ખેડૂતોએ કર્યા છે.

જામનગરમાં 15 વર્ષ પહેલાં સોયાબીન પાકનું વધારે વાવેતર થતું હતું પરંતુ સુધારેલી જાતોના અભાવે પાકનું વાવેતર ઘટી ગયું હતું. જામનગરના ખેડૂતે કપાસમાં વચ્ચેની ખાલી જગ્યાએ મિશ્રા પાક તરીકે સોયાબીનનું વાવેતર કરતા મબલખ ઉત્પાદન મેળવ્યું હતું. એક પાકમાં બે પાકનો ત્રણ ગણો ફાયદો મેળવ્યો હતો. વળી સોયાબીનના મૂળમાં નાઈટ્રોજન ઊંચી માત્રામાં હોવાથી તે મફતમાં ખેરતરમાં મળી ગયું હતું. 20 ટકા તેલ અને 40 ટકા પ્રોટીન હોય છે. 15થી 20 ક્વીન્ટલ ઉત્પાદન મળે છે.

ગુજરાતમાં 1.37 લાખ હેક્ટરમાં સોયાબિનનું વાવેતર થાય છે. જેમાં દાહોદમાં સૌથી વધું 41 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. ત્યારબાદ અરવલ્લીમાં 16 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. જે.એસ.335 જાત એન.એર.સી. 37 જાત સૌથી ઉત્પાદન આપતી જાત છે. 35 ક્વીન્ટલ ઉત્પાદન મળે છે. 80 કિલો હેક્ટરે વાવેતર કરવું પડે છે.

સોયામાંથી તેલ, સોસ, દૂધ, લોટ, ટોફૂ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવાય છે. સોયાના ખોરાકમાં પ્રોટિન વધુ માત્રામાં હોય છે. શાકાહારી લોકો તેના કારણે સોયાબીન ખાય છે. તેમાં કંઈક કડવો સ્વાદ હોવાથી તેની વાનગીઓ એકલી ખાવા કરતાં ચણા, ઘઉં, મકાઈ, જુવાર કે ચોખાના લોટમાં ચોથા ભાગમાં નાખી ખાઈ શકાય છે. ચીનમાં તેની ભીંજવેલી દાળની ખીચડી રાંધી ખવાય છે. આખા બીજને ભીંજવી ફણગા ફૂટે ત્યારે કાઢી ધોઈ સાફ કરી ફણગા સહિત થોડાં થોડાં જરા નમક સાથે ખાવાથી શરીર ખૂબ પુષ્ટ બને છે. તેને વાટી રસ કાઢી બાળકોને પાવાથી દૂધ જેટલું પૌષ્ટિક કામ કરે છે.

ભારતમાંથી સોયાબીન ખોળ અને તેમાંથી બનતા ઉત્પાદનોની નિકાસ 22.5 ટકા વધીને 1.36 લાખ ટન થઇ છે. પ્રોસેસિંગ યુનિટ્સમાં સોયાબીનનું તેલ કાઢ્યા બાદ વધી રહે છે. આ પ્રોડક્ટ પ્રોટીનનો મોટો સ્રોત છે. તેમાંથી સોયાબીનનો લોટ અને સોયા વડી જેવી ખાદ્ય સામગ્રીની સાથે સાથે પશુ આહાર અને મરઘીઓના દાણા પણ તૈયાર કરવામાં આવે છે.

ઈન્દોર ખાતે સોયાબીનના હાજર ભાવ રૃ.4000 જેવો પ્રતિ ક્વિન્ટલ મળે છે. પણ આંતરરાષ્ટ્રીય બજાર આ પાકને અસર કરે છે.

ભારતમાં 75 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં વાવેતર છે. દક્ષિણ ગુજરાતમાં નજીવું વાવેતર થાય છે. બાકીના ગુજરાતમાં તેનું વાવેતર થતું નથી. મૂળની ગંડિકાઓમાં રાઈઝોબિયમ નામના બેક્ટેરિયા રહેતા હોવાથી તે હવાનો નાઈટ્રોજન લઈ જમીનમાં ઉમેરે છે.

સોયા આ લોકો માટે ખતરો

ડાયબિટીઝ, મૂત્રાશય એટલે કે યુરિનનું કેન્સર,  એલર્જી હોય, દૂધની એલર્જી, માઈગ્રેનની તકલીફ હોય, શરીર ફૂલેવે તેવો થાઈરોડ હોય, સોયાબીનમાં “ટ્રાન્સ ફેટ” હોય છે જે હાઈ કોલેસ્ટ્રોલ અને હ્રદય સંબંધિત બીમારીઓને વધારે છે. સ્તનપાન કરાવતી હોય મહિલાને સોયાબીન ખાવાથી બચવું જોઈએ. સોયાબીનમાં ફીટોએસ્ટ્રોજન નામનું એક કેમિકલ મળે છે, જે કોઈ નુકસાન નથી પહોંચાડતું, પણ જેમને કિડની સંબંધી કોઈ રોગ હોય તેમના માટે આ કેમિકલ ઝેર જેવું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp