છોટા ઉદેપુરમાં ટામેટાના ભાવ ન મળતા નીકળ્યો ખેડૂતોનો કસ

PC: agrifarming.in

ટામેટાના પોષણક્ષમ ભાવના અભાવે છોટા ઉદેપુરના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. મહા મહેનતે પકવેલો ટામેટાનો પાક ખેડૂતોનો કસ કાઢી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં ખેડૂતો દ્વારા ટામેટાનો પાક કરવામાં આવ્યો હતો અને હાલમાં ટામેટાનો પાક તૈયાર છે, ત્યારે ટામેટાનો ભાવ તળીયે જતાં ખેતરોમાં કાળી મજૂરી અને બિયારણ તેમજ ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ ખર્ચનું વળતર પણ નહીં મળતાં ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.

બોડેલી તાલુકાનાં ખેડૂતો દ્વારા ટામેટાની વાડીઓ કરી ટામેટાનો પાક કરવામાં આવ્યો હતો અને ખેતરોમાં કાળી મજૂરી કરી તેમજ બિયારણ અને ખાતરનો ભારે ખર્ચ કર્યા બાદ ટામેટાનો પાક તૈયાર થતાં જ ખેડૂતોને સારો ભાવ મળવાની આશા હતી. પરંતુ સિઝન શરૂ થતાં જ ટામેટાનાં ભાવ તળીયે ગયાં હતાં, જેના કારણે ખેડૂતોને રૂપિયા 10થી 15 પ્રતિ કિલોની પડતરમાં પડતાં ટામેટાનો ભાવ બજારમાં પ્રતિ કિલો રૂપિયા 5થી 7 થઈ જતાં ખેડૂતોને તેઓની મહેનત અને કરેલા ખર્ચનું પણ વળતર મળતું નથી.

ટામેટા કેરેટમાં ભર્યા બાદ ખેતરમાંથી બજાર સુધી લઈ જવા પાછળ ખેડૂતોને એક કેરેટના રૂપિયા 60થી 70નો ખર્ચ આવે છે. જેની સામે ખેડૂતોને માત્ર રૂપિયા 70થી 80 કેરેટના મળે છે. ફક્ત પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બાદ કરતાં 20 કિલો પાછળ માત્રને માત્ર રૂપિયા 15થી 20 બચે છે તો ખાતર, બિયારણ, મજૂરી અને મહેનતના ખર્ચનું વળતર ક્યાંથી કાઢવું એ જગતનાં તાત માટે પાયાનો પ્રશ્ન બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp