ડાંગરના ઊભા પાકને બચાવવા સરકારનો મહત્ત્વનો નિર્ણય

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ચાલુ ચોમાસામાં હજુ વરસાદની શરૂઆત ન થઇ હોવાથી ખરીફ સિઝન-2019માં સિંચાઇ માટે અમદાવાદ જિલ્લાની ફતેવાડી અને ખારીકટ કેનાલમાં 15 જુલાઇથી 45 દિવસ માટે નર્મદાનું પાણી ડાંગરના પાકની સિંચાઇ હેતુસર છોડવાનો કૃષિ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.

વિજયભાઇ રૂપાણીના આ કિસાન હિત અભિગમને પગલે અમદાવાદ ગ્રામ્યના ફતેવાડી નહેર યોજના તળેના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના મળીને 25 હજાર હેકટર વિસ્તાર તેમજ ખારીકટ યોજનાના દસક્રોઇ, બારેજા, માતર તાલુકામાં 4500 હેકટર વિસ્તારમાં ચોમાસુ ડાંગરની સિંચાઇ માટે 15 જુલાઇ-2019 થી 24 ઓગસ્ટ સુધી એકંદરે 3109 MCFT નર્મદાનું પાણી છોડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp