ટેક્સ પર ટેક્સ: MSPનો ભાર સામાન્ય જનતાના માથા પર

PC: dnaindia.com

કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈને રાહત આપે છે તો સરકાર તેની પર ઉપકાર કરતી નથી પરંતુ સામાન્ય લોકો પર ઉપકર લગાવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) નક્કી કરી છે, તેનો બોજો ઓછો કરવા સરકાર લક્ઝરી આઈટમો પર GST નાંખવા માગે છે. આને કહેવાય એક બાજુ આપ્યું, બીજી બાજુ બમણું લીધું.

યાદ રાખજો, લક્ઝરી આઈટમો મોંઘી થવાની છે. GST હેઠળ આવતી તમામ આવી આઈટમો પર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો રોકી ન શકતી કેન્દ્ર સરકાર એક ટકો કૃષિ સેસ કર લેવા માગે છે. સરકારે આ કર માટે મંજૂરી આપી દીધી છે. આ લક્ઝરી આઈટમો પર હાલ 28 ટકા ટેક્સ છે જે વધીને 29 ટકા થશે.

હાલ જે લકઝરી આઈટમ પર 28 ટકા GST લાગે છે તેમા એસી, વોશિંગ મશીન, ફ્રીજ, પેઈન્ટસ, સિમેન્ટ, કલર ટીવી, પરફ્યૂમ, ટુ વ્હીલર્સ, કાર, એર ક્રાફટ, પાન-મસાલા, સિગારેટ, તમાકુ વગેરે પ્રોડક્ટ છે.

ખેડૂતો માટે ખરીફ પાકનો મીનીમમ સપોર્ટ પ્રાઈઝ વધાર્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ટેકાના ભાવ વધારવાથી સરકારી તિજોરી ઉપર લગભગ 15,000 કરોડનો બોજો પડવાનો છે. જો સરકાર આ ખુદ બોજો ઉઠાવે તો તેનાથી નાણાકીય ખાધ વધી જશે. એવામાં સરકાર પાસે કોઈ વિકલ્પ નથી કે તે આ માટે આવકનો કોઈ અન્ય વિકલ્પ શોધે.

આ જ કારણ છે કે હવે કૃષિ સેસ લગાવવાને મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કૃષિ સેસ લગાવવાથી સામાન્ય ગ્રાહકો પર વધુ અસર નહી પડે. હાલ સરકાર અનેક પ્રકારની રાહત ગ્રાહકોને આપી શકે છે. GSTના 28 ટકાના સ્લેબમા આવતી કેટલીક આઈટમને 18 ટકાના સ્લેબમાં નાખી શકાય તેમ છે પરંતુ આ ફેંસલો આવકનું ગણિત ધ્યાનમાં રાખીને લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp