મહારાષ્ટ્ર પાસેથી ગુજરાતના ખેડૂતોએ દાડમની ખેતી શીખી અને પછાડી દીધું

PC: khabarchhe.com

દાડમની ખેતીમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતમાં દાડમ ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાન છે. ભારતમાં દાડમ ઉગાડતા રાજ્યોમાં મહારાષ્ટ્ર અગ્રણી રાજ્ય છે. આ રાજ્યમાં દાડમનું કુલ ક્ષેત્રફળ  90 હજાર હેક્ટર છે અને ઉત્પાદન 9.45 લાખ મેટ્રિક ટન છે અને ઉત્પાદકતા 10.5 મેટ્રિક ટન છે.

ભારતમાં દાડમના કુલ ક્ષેત્રમાં મહારાષ્ટ્ર રાજ્યનો ફાળો 78 ટકા અને દેશના કુલ ઉત્પાદનમાં 84 ટકા છે. 2004થી ગુજરાતના ખેડૂતો મહારાષ્ટ્રથી દાડમના છોડ લાવ્યા હતા. 16 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ મહારાષ્ટ્રને હેક્ટર દીઠ ઉત્પાદનમાં પાછળ રાખી દીધું છે.

ટીશ્યુ કલ્ચર પદ્ધતિ ગુજરાતમાં વિકસી છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સૌથી વધું દાડમના બગીચા છે. બનાસકાંઠાના ગેનાભાઈ હેક્ટર દીઠ 22 ટન દાડમ પેદા કરે છે. લાખણી તાલુકામાં 5 હજાર હેક્ટર વિસ્તારમાં દાડપના બગીચા છે.

43 હજાર હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં 6.71 લાખ મેટ્રિક ટન દાડમ પેદા થાય છે. જે હેક્ટરે 15 ટન સરેરાશ થાય છે. જે મહારાષ્ટ્ર કરતાં પણ વધું છે. આમ ગુજરાતના ખેડૂતોએ મહારાષ્ટ્ર પાસેથી ખેતી શીખી હતી અને મહારાષ્ટ્રને જ ઉત્પાદકતામાં પછાડી દીધા છે. 

2019-20

         

ગુજરાતમાં દાડમની ખેતી, વાવેતર હેક્ટર અને ઉત્પાદન મે.ટન

 

ખેતીની

દાડમ

ઉત્પાદન

   

જિલ્લો

કૂલ જમીન

વાવેતર હે

મે.ટન

   

સુરત

251300

5

31

   

નર્મદા

113000

28

160

   

ભરૂચ

314900

145

1218

   

ડાંગ

56500

15

108

   

નવસારી

106800

2

23

   

વલસાડ

164300

0

0

   

તાપી

149100

35

394

   

દક્ષિણ ગુ.

1663700

230

1934

   

અમદાવાદ

487400

293

4043

   

અણંદ

183800

18

180

   

ખેડા

283500

101

1151

   

પંચમહાલ

176200

76

866

   

દાહોદ

223600

34

357

   

વડોદરા

304700

95

1361

   

મહિસાગર

122400

45

570

   

છોટાઉદેપુર

206600

250

2625

   

મધ્ય ગુ.

1988200

912

11155

   

બનાસકાંઠા

691600

14300

236665

   

પાટણ

360400

684

8051

   

મહેસાણા

348100

1106

17486

   

સાબરકાંઠા

271600

585

9483

   

ગાંધીનગર

160200

153

1913

   

અરાવલી

202700

535

5719

   

ઉત્તર ગુજ.

2034600

17181

279315

   

કચ્છ

733500

17181

294335

   

સુરેન્દ્રનગર

621000

1225

12250

   

રાજકોટ

536300

445

5411

   

જામનગર

366200

756

9374

   

પોરબંદર

110900

9

104

   

જૂનાગઢ

358700

150

1538

   

અમરેલી

538200

122

7979

   

ભાવનગર

454700

572

7979

   

મોરબી

347000

3020

41827

   

બોટાદ

199700

233

2880

   

સોમનાથ

217000

70

688

   

દ્વારકા

229600

160

1926

   

સૌરાષ્ટ્ર

3979300

25332

378897

   

ગુજરાત કૂલ

9891500

43655

671301

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp