જયદ્રથસિંહના મતે આ જિલ્લામાં 224 ખેડૂતોને પાવર ટીલર ખરીદવા 1.45 કરોડ સહાય ચૂકવાય

PC: facebook.com/pg/jaydrathsinhji.parmar

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેતરમાં ખેડ તેમજ બાગાયત ખેતી માટે યંત્ર શક્તિ પૂરી પાડતું પાવર ટીલર ઓજાર ખરીદવા સહાય આપવામાં આવે છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં તા. 31મી ડિસેમ્બર 2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 224 ખેડૂતોને પાવર ટીલર ખરીદવા માટે રૂ. 1,45,11,399ની સહાય ચુકવવામાં આવી છે, તેમ વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું.

તેમણે આ અંગે તાલુકાવાર માહિતી આપતા કહ્યું હતું કે, ડોલવણ તાલુકામાં 62 ખેડૂતોને રૂ. 39.44 લાખની સહાય, વ્યારા તાલુકામાં 90 ખેડૂતોને રૂ. 57.78 લાખ, વાલોડમાં 41 ખેડૂતોને રૂ. 25.25 લાખની, સોનગઢમાં 31 ખેડૂતોને રૂ. 22.64 લાખની સહાય આપી. તાપી જિલ્લામાં 8 BHPથી વધુ ક્ષમતાના પાવર ટીલર ખરીદવા માટે કુલ-830 અરજીઓ આવી હતી તેમાંથી 224 અરજીઓ મંજૂર કરીને કુલ રૂ. 1,45,11,399ની સહાય ખેડૂતોને આપવામાં આવી હતી તેમ મંત્રીએ ધારાસભ્યના પૂરક પ્રશ્નનો જવાબ આપતા ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp