26th January selfie contest

સૌંદર્ય અને આરોગ્ય આપતા તલના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, વાંચો તેની કહાણી

PC: thespruceeats.com

ગુજરાતમાં આ વર્ષે તમામ પાકોમાં આગળના વર્ષો કરતાં સૌથી વધું વાવેતર થયું હોય તો તે તલ છે. તલનું સામાન્ય વાવેતર 1.02 લાખ હેક્ટરમાં થતું હોય છે. પણ આ વખતે 1.50 લાખ હેક્ટરમાં થયું છે. જે સરેરાશ વાવેતર કરતાં 146 ટકા વધું છે. 2019માં 1.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ તલના તેલનો વપરાશ અને તેલનો ભાવ સારો રહેતાં ખેડૂતો તલના પાક તરફ વળ્યા છે. ગયા વર્ષ કરતાં 29 ટકા વધું વાવેતર થયું છે. 

તેલનો રાજા કચ્છ 

સૌથી વધું વાવેતર કચ્છમાં 63000 હેક્ટર અને બીજા નંબર પર સુરેન્દ્રનગરમાં 32100 હેક્ટરમાં થયું છે. મોરબીમાં 17700 હેક્ટર વાવેતર છે. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લામાં 76400 હેક્ટર થયું છે. જે આખા ગુજરાતનું 50 ટકા વાવેતર છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત મળીને 10000 હેક્ટર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તલ માટે અનુકુળ વાતાવરણ ન હોવાથી ત્યાં તલ બિલકુલ થતાં નથી. 

કૃષિ વિભાગની ધારણા ખોટી પડશે 

કૃષિ વિભાગે અંદાજ તૈયાર કર્યો છે કે 2020-21માં તલનો પાક 1.48 લાખ હેક્ટર ખરીફ અને રવિ ઋતુનું મળીને થશે. વાવેતર તો ધારણા પ્રમાણે થયું છે. પણ 97.62 લાખ ટન તલના ઉત્પાદનની ધારણા તૈયાર કરી હતી. પણ, વધું વરસાદના કારણે તલના પાકને વિપરીત અશર થઈ છે અને ઘણાં વિસ્તારોમાં સુકાઈ ગયો છે. સપ્ટેમ્બર 2020માં ભારે રોગચાળો શરૂં થયો છે. તેથી ઉત્પાદન 40થી 50 ટકા ઘટી શકે તેમ છે. ખાદ્ય તેલમાં મગફળી પછી હવે તલનું તેલ સૌથી વધું વપરાય છે. ખેડૂતોના મતે તલને પારાવાર નુકસાન થયું છે.

50 ટકા તેલ નિકળે છે

ગુજરાતમાં એક હેક્ટરે લગભગ 659 કિલો તલ પાકે છે. મગફળી સિંગ એક હેક્ટરે 2637 કિલો પાકે છે. આ બન્ને પાકના બિંયામાંથી 45થી 50 ટકા તેલ નિકળે છે. તલનું તેલ 23 લાખ ટન તેલ નિકળી શકે છે.

ભારતમાં સૌથી વધું વાવેતર ગુજરાતમાં

સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધું તલનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં ચોમાસુ, ઉનાળું અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે. તલ લગભગ બધાં રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં વધારે પાકે છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.  વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને છે, ઉત્પાદનમાં મેક્સિકો, ચીન અને અફઘાનિસ્તાન  આગળ છે.

ગુજરાતની મુખ્ય જાતો

ગુજરાત તલ નંબર -1, ગુજરાત તલ નંબર -2, આરટી-54,, આરટી -103, પૂર્વા -1, આરટી -103 વગેરે. 80થી 85 દિવસમાં પાકે છે.

પંજાબની આરટી - 125 જાતે શ્રેષ્ઠ

આરટી 125- આ જાતની તલ 90 થી 120 સે.મી.ની ઊંચાઈવાળી ભારે જમીન માટે યોગ્ય છે, આ જાતની 3 થી 5 શાખાઓ છે. આ જાતનાં બીજ, જે 75 થી 85 દિવસમાં પાકે છે, સફેદ હોય છે. ઉત્પાદન હેકટરે 9 થી 12 ક્વિન્ટલ છે. તેની વિશેષતા એ છે કે પાંદડા, દાંડી અને ફળિયાઓ સહિતનો આખો છોડ પાકવાના તબક્કે પીળો થઈ જાય છે. તે રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે. 1000 દાણાનું વજન લગભગ 2.5 થી 3.15 ગ્રામ છે અને તેલની માત્રા 48.8 ટકા છે.ખેતી કેમ વધી

બીજા પાક કરતાં તલમાં ભાવ સારા મળી રહ્યાં છે. ઓછા વરસાદે થઈ જાય છે. વળી, રખડતા પ્રાણીઓ તલના છોડને ખાતા નથી. તેથી ખેડૂતો તલના વાવેતર તરફ વળ્યા છે.

તલ અને તેલનો ઉપયોગ

તલનો તથા તેના તેલનો ખોરાક માટે વધું થાય છે. તેલનો ઉપયોગ વૈકલ્પિક દવા અને ઉપચારમાં પણ થાય છે. પોષણની દ્રષ્ટિએ શક્તિશાળી ખોરાક છે. 100 ગ્રામ દીઠ તલના પ્રોટીન - 18.3 ગ્રામ પ્રોટીન, 43.3 ગ્રામ ચરબી, 25 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 1450 મિલિગ્રામ. કેલ્શિયમ, 570 મિલિગ્રામ. ફોસ્ફરસ, 9.3 મિલિગ્રામ, આયર્ન અસ્તિત્વમાં છે. તલ (163 મિલિગ્રામ દીઠ 100 ગ્રામ) અને ચરબીયુક્ત તેલ (101 મિલિગ્રામ / 100 ગ્રામ) મળી આવે છે, જે શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદગાર છે.

તેના બીને ઉર્જાનો ભંડાર માનવામાં આવે છે કારણ કે તેમાં 100 ગ્રામ દીઠ 640 કેલરી હોય છે. તેમાં બે સારા ફિનોલિક એન્ટી ઓક્સિડેન્ટ તલ અને સેસામિનોલ છે જે તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે. તલના તેલને તેલોની રાણી કહેવામાં આવે છે, કારણ કે તેમાં ત્વચામાં વૃદ્ધિ અને સુંદરતા વધારવાની ગુણધર્મો છે. મોનો સંતૃપ્ત ફેટી એસિડ્સ હોય છે જે શરીરમાંથી કોલેસ્ટરોલ ઘટાડે છે. તે હાર્ટને લગતી બીમારીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. એન્ટીઓકિસડન્ટ હોય છે જે કેન્સરના કોષોને શરીરમાં વધતા અટકાવે છે. આ સિવાય કેટલાક તત્વો અને વિટામિન તલમાં જોવા મળે છે જે તાણ અને હતાશા ઘટાડવામાં મદદગાર છે. તલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ જેવા ઘણા બધા ક્ષાર હોય છે જે હૃદયની સ્નાયુઓને સક્રિય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તલમાં આહાર પ્રોટીન અને એમિનો એસિડ હોય છે જે હાડકાંના વિકાસમાં મદદ કરે છે.

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp