26th January selfie contest

કઠોળના આયાતકારને સ્ટૉક મર્યાદામાંથી મુક્તિ, હૉલસેલર માટે મર્યાદા 500 મેટ્રિક ટન

PC: zeebiz.com

ભારત સરકારે જણાવ્યું હતું કે, કઠોળ-દાળના વધતાં ભાવો પર તૂટી પડ્યા બાદ આજે કેન્દ્રએ મહત્વનાં પગલાં લીધા છે જેનાથી ખેડૂતોને મોટા પાયે મદદ મળશે. ભાવો હળવા થયા એ અને રાજ્ય સરકારો તેમજ વિવિધ હિતધારકો તરફથી મળેલા પ્રતિભાવોને વિચારણામાં લેતા કેન્દ્ર સરકારે મિલર્સ અને હૉલસેલર્સ (જથ્થાબંધ વિક્રેતાઓ) માટેની સ્ટૉક મર્યાદામાં છૂટછાટ આપી છે અને આયાતકારોને સ્ટૉક મર્યાદામાંથી મુક્તિ આપી છે. આ સંસ્થાઓએ જો કે ગ્રાહક બાબતોના વિભાગના વૅબ પોર્ટલ પર સ્ટૉક જાહેર કરવાનું ચાલુ રાખવું પડશે. સ્ટૉક મર્યાદા માત્ર તુવેર, અડદ, ચણા અને મસુરને જ લાગુ પડશે.

સુધારેલા આદેશમાં જોગવાઈ છે કે 31મી ઑક્ટોબર, 2021 સુધીના ગાળા માટે સ્ટૉક માત્ર તુવેર, મસૂર, અડદ અને ચણાને જ લાગુ પડશે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે કઠોળના આયાતકારોને સ્ટૉક મર્યાદામાંથી મુક્તિ રહેશે અને તેઓ કઠોળનો સ્ટૉક ગ્રાહક બાબતોના વિભાગના પોર્ટલ (fcainfoweb.nic.in) પર જાહેર કરવાનું ચાલુ રાખશે.

હૉલ સેલર્સ માટે, સ્ટૉક મર્યાદા 500 એમટી રહેશે (શરત એ કે એક જાતનો 200 એમટીથી વધારે ન હોવો જોઇએ); રિટેલર્સ માટે સ્ટૉક મર્યાદા 5 એમટી રહેશે; અને મિલર્સ માટે સ્ટૉક મર્યાદા છેલ્લા છ મહિનાનું ઉત્પાદન અથવા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના 50%, બેમાંથી જે વધારે હોય તે રહેશે. મિલર્સ માટે જે છૂટછાટ અપાઇ છે એની તુવેર અને અડદના ખરીફ વાવણીના આ મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને ખાતરી આપવાના સંદર્ભમાં હેઠવાસી પ્રવાહની અસર પડશે.

જે તે કાનૂની સંસ્થાઓ ગ્રાહક બાબતોના વિભાગના પોર્ટલ (fcainfoweb.nic.in) પર એમનો સ્ટૉક જાહેર કરવાનું ચાલુ રાખશે અને જો એમના દ્વારા ધરાવાઈ રહેલો સ્ટૉક નિર્ધારિત મર્યાદા કરતા વધારે હશે તો એવા કિસ્સામાં, તેઓએ આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 30 દિવસોની અંદર એમનો સ્ટૉક નિર્ધારિત મર્યાદાની અંદર લાવવાનો રહેશે.

અત્રે નોંધનીય છે કે કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવો પર તૂટી પડવા ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે અને 14મી મે 2021ના રોજ વિવિધ શ્રેણીના હિતધારકો દ્વારા કઠોળના સ્ટૉકની જાહેરાત અને ત્યારબાદ બીજી જુલાઇ 2021ના રોજ સ્ટૉક મર્યાદા લાદવા જેવાં વિવિધ પગલાં લીધાં હતાં. રાજ્યો/સંઘ પ્રદેશો અને કઠોળના વેપારમાં સંકળાયેલા તમામ હિતધારકોના સક્રિય સહયોગથી બે મહિનાના ટૂંકા ગાળામાં સંસ્થાઓ દ્વારા 8343 નોંધણીઓ થઈ અને વિભાગના વૅબ પોર્ટલ પર 30.01 લાખ મેટ્રિક ટનથી વધુનો સ્ટૉક જાહેર કરાયો હતો. 

તુવેર, અડદ, મગ અને ચણાના ભાવોએ સતત ઘટાડા તરફી ઝોક બતાવવાનું શરૂ કર્યું હતું. મે 2021ના મધ્યથી વિવિધ હિતધારકો દ્વારા સ્ટૉકની જાહેરાત સાથે શરૂ કરીને અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા એના પર સતત દેખરેખ અને જુલાઇના પ્રથમ સપ્તાહમાં પુરવઠો વધારવા માટે સ્ટૉક મર્યાદા લાદવા સુધી, જે હસ્તક્ષેપ કરાયા એનો સતત હેતુ કઠોળના ભાવો નીચે લાવવાનો હતો. તમામ કઠોળ (મસૂર સિવાય)ના જથ્થાબંધ ભાવો છેલ્લા બે મહિનામાં 3થી 4% ઘટ્યા છે અને એ ગાળામાં તમામ કઠોળ (મસૂર સિવાય)ના છૂટક ભાવો 2 થી 4% ઘટ્યા છે.

2021ની 17મી જુલાઇએ ગ્રાહક બાબતો અને ખાદ્યાન્ન અને જાહેર વિતરણ માટેના કેન્દ્રીય મંત્રીએ આયાતકારો, કઠોળના જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ સહિતના વિવિધ હિતધારકોના એસોસિયેશનો સાથે કઠોળ પર સ્ટૉક મર્યાદા લાદવા સાથે સંકળાયેલા મુદ્દાઓની ચર્ચા કરવા એક મીટિંગ યોજી હતી જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન પણ હાજર હતા. તમામ મુખ્ય એસોસિયેશનોએ ગ્રાહક બાબતોના વિભાગના વૅબ પોર્ટલ પર સ્ટૉકની જાહેરાત પ્રતિ અને કોઇ સંગ્રહખોરી ન થાય અને કૃત્રિમ તંગી ઊભી ન થાય એ સુ નિશ્ચિત કરવામાં એમના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.

ભાવો અંકુશમાં લેવા માટે ભારત સરકાર સમયસરનાં પગલાં લેવાં કટિબદ્ધ છે અને સામાન્ય માણસની ચિંતાઓ અને સંતાપનું નોંધપાત્ર રીતે શમન કર્યું છે. એની સાથે જ, સમાજના તમામ વર્ગોના હિતોનું રક્ષણ કરવા નીતિ હસ્તક્ષેપોની અસર માપવા એના પર ચાંપતી નજર રખાય છે અને ઉદભવતી ઘટનાઓ મુજબ એને પ્રમાણબદ્ધ કરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp