ભારતમાં ચોમાસુ નોર્મલ કરતાં નબળું રહેવાની ધારણા

PC: Wikipedia.org

ભારતનું ચોમાસુ આ વર્ષે નોર્મલ કરતાં સહેજ નીચે રહેવાની ધારણા છે, કારણ કે અલ નિનોની હવામાનની પેટર્ન ચાલુ વર્ષના બીજા છ માસમાં ડેવલપ થઇ શકે છે જેથી ઓસ્ટ્રેલિયાના પૂર્વિય પટ્ટાના ભાગો સુકા રહેવા સંભવ છે.

અમેરિકાના હવામાન આગાહીકર્તા કૈલ ટેપલ એ જણાવ્યું હતું કે દુષ્કાળગ્રસ્ત આર્જેન્ટિનામાં આગામી બે સપ્તાહમાં પૂર્વિય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ સોયાબીનના પાકને પુનજીવન કરવા માટે તે મોડો છે.

અલ નિનો હવામાન પદ્ધતિ એશિયાના ભાગો તેમજ દક્ષિણ અમેરિકામાં સામાન્ય વરસાદથી સૂકી સ્થિતિ સર્જે છે. અન્ય અર્થશાસ્ત્રીઓએ અલ નિનો પેટર્નની સંભાવનાને આગળ ધપાવી છે.

ગયા વર્ષે ભારતની વાર્ષિક ચોમાસાની સિઝન સરેરાશ કરતાં ઓછી હતી. ભારતીય હવામાન ખાતા એટલે કે આઇએમડીના 98 ટકાના અંદાજની સરખામણીએ ગયા વર્ષે જૂન થી સપ્ટેમ્બર સુધી ભારતમાં ચોમાસાની સિઝનમાં 95 ટરા વરસાદ થયો હતો.

ભારતમાં જે સામાન્ય ચોમાસુ થાય છે તેના કરતાં આ વર્ષનું ચોમાસું થોડું નબળું છે, જેની પાછળનું કારણ અલ નિનોની અસર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જો કે હજી ભારતીય હવામાન ખાતાએ તેની ચોમાસાની આગાહી કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp