એરંડાનું જંગી ઉત્પાદન ઘટશે, વેક્ષ બનાવવામાં વપરાશ વધી રહ્યો છે

PC: Khabarche.com

એરંડાનું ઉત્પાદન 14.30 લાખ ટનથી 25 ટકા ઘટીને 10.60 લાખ ટન થવાનો 2018-19મા અંદાજ સોલવન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (SEA-C)એ જાહેર કર્યા બાદ ગુજરાતમાં 30% ટકા ઘટીને 8,11,000 ટન થાય એવો અંદાજ છે. ગયા વર્ષના 7.81 લાખ હેક્ટરની સામે 28 ટકા ઘટીને 5.65 લાખ હેક્ટર રહ્યો છે. ગુજરાત સરકારે આ વર્ષે, ગયા વર્ષના 14.10 લાખ ટનની સામે 14.20 લાખ ટન એરંડાનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, જે વધુ પડતો છે, જે ખરેખર 8.11 લાખ ટનથી વધે એમ નથી.

વર્ષે ચોમાસું સારું રહ્યું નથી, અરંડાનો વાવેતર વિસ્તાર ઘટ્યો હોવાનું 'SEA'એ જણાવ્યું છે

'SEA'એ આ વર્ષે આંધ્ર-તેલંગણામાં 64,000 ટન ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે, જે ગયા વર્ષના 79,000 ટન કરતાં 19 ટકા ઓછો છે. આંધ્ર પ્રદેશમાં વાવેતર વિસ્તાર પણ 1,14,000 હેક્ટરથી ઘટીને 78,000 હેક્ટર રહ્યો છે. રાજસ્થાનમાં વાવણી વિસ્તાર ઘટ્યો હોવાથી ત્યાં ઉત્પાદન ઘટશે. રાજસ્થાનમાં આ વર્ષે ઉત્પાદન ગયા વર્ષના 1,47,000 ટનથી 16 ટકા ઘટીને 1,23,000 ટન થશે. આંધ્ર પ્રદેશમાં 1.14 લાખ હેક્ટર અને અન્ય રાજ્યોમાં 42,000 હેક્ટર એરંડાનો વાવેતર વિસ્તાર રહ્યો છે. આમ દેશમાં ગયા વર્ષે 11.36 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું હતું.

2017-18માં ખરીફ માર્કેટિંગ સીઝનમાં એરંડાનું ઉત્પાદન 14.30 લાખ ટન હતું. 1,263 કિગ્રા પ્રતિ હેક્ટર પર અંદાજવામાં આવ્યું હતું. આમ ઉત્પાદકતામાં 39 ટકાની વૃદ્ધિની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પણ આ વખતે તેમાં ઘટાડો થયો છે. 2016ની ખરીફમાં 5.65 લાખ હેક્ટરની સરખામણીમાં 2017મા વાવેતર 5.3 ટકા વધી 5.95 લાખ હેક્ટરમાં નોંધાયું હતું.

રાજસ્થાન સરકારના અંદાજ અનુસાર રાજ્યમાં એરંડાનું ઉત્પાદન 1.58 લાખ ટન રહેશે. દેશમાં એરંડાના વાવેતરમાં ત્રીજા ક્રમે આવતા તેલંગણામાં પણ વાવેતરમાં 21 ટકા ઘટાડો નોંધાયો છે અને તે 58 હજાર હેક્ટર જોવા મળ્યું હતું. જે અગાઉના વર્ષે 73 હજાર હેક્ટરમાં હતું. જોકે સૌથી વિપરીત બાબત તો રાજ્યમાં ઉત્પાદકતામાં ઘટાડો છે. તેલંગણામાં પ્રતિ હેક્ટર ઉત્પાદકતા માત્ર 477 કિગ્રા રહેવાનો અંદાજ છે જ્યારે કુલ ઉત્પાદન 28,000 હેક્ટર રહેવાનો અંદાજ સરકારે મૂક્યો છે.

એરંડાની ખેતી સારી

એરંડાની પેદાશોમાંથી સેબાસીસ એસીડ, અન્ય એસીડ, ડિહાઈડ્રેટ કરેલું એરંડાનું તેલ, એરંડાનો વેક્ષ વગેરે બને છે. આ બધી બનાવટો આખી દુનિયામાં ગુજરાતમાં પેદા થાય છે. વિશ્વને એરંડાની પેદાશ ગુજરાતના ખેડૂતોને જાય છે. ભારત 2,50,000 ટન એરંડાના ઓઈલનું ઉત્પાદન કરે છે. મહેસાણા, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છ મુખ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp