
ઘણા લોકો ભણીગણીને બેંકમાં કે, પછી કોઈ સારી કંપનીમાં નોકરી મેળવવાનું સપનું જોતા હોય છે ત્યારે આજે એક એવા યુવકની વાત કરાવી છે કે, જે યુવકે MBAનો અભ્યાસ કરીને બેંકમાં સારી એવી નોકર્રી મેળવી પરંતુ તે યુવકે બેંકની નોકરી છોડી દઈને આજે તે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. ત્યારે કોણ છે આ યુવક અને શું ધંધો કરે છે તે વિષે અમે તમને જણાવીશું.
કંઇક કરવું હોય અને કંઇક હાંસલ કરવું હોય તો વ્યક્તિની તેના માટે મહેનત કરવી પડે છે. મહેનતની સાથે-સાથે વ્યક્તિને સારા જ્ઞાનની જરૂર પડે છે. ત્યારે ચિરાગ સેલડીયા નામના યુવકે MBAનો અભ્યાસ કર્યો હતો MBA પૂર્ણ થયા પછી ચિરાગ સેલડીયા બેંકમાં સારા એવા પગારમાં નોકરી કરતો હતો. ચિરાગ જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામનો રહેવાસી છે. બેંકમાં નોકરી કરતા સમયે ચિરાગને તેની પરંપરાગત ખેતી કરવાનો વિચાર આવ્યો હતો.
તેથી તેને બેંકની નોકરી છોડીને ગામડે જઈને પોતાના પિતાની ખેતી સંભાળી લીધી. ચિરાગે ખેતી કરવાની સાથે-સાથે માર્કેટિંગ પણ શરૂ કર્યું. MBAની ડિગ્રી મેળવનાર ચિરાગે ખેતરમાં જઈને પરંપરાગત ખેતી કરવાના બદલે ગૌ આધારિત ખેતી શરૂ કરી. ચિરાગે છેલ્લા ચાર વર્ષ તેના ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી. તે ખેતરમાં ગૌ-મૂત્ર અને ગોબરથી બનતું જીવમૃત જૈવિક ખાતર પોતાના ખેતરના નાંખે છે. ચિરાગે સરગવામાંથી પાઉડર અને ટેબ્લેટ બનાવીને તેનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું.
ચિરાગ સેલડીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. તેમાં મુખ્ય સરગવો, સીતાફળ, હળદર અને ચણાનુ વાવેતર કરું છું. મારા ખેતરમાં છેલ્લા ચાર વર્ષમાં ક્યારેય પણ મેં કેમિકલ નાંખ્યું નથી. હું માત્ર ગૌ-મૂત્ર અને ગોબરથી બનતું જીવામૃત ખાતર, ગૌકૃપા બેક્ટેરિયાની સાથે-સાથે જતુંનાશક તરીકે ઔષધીના અર્કનો ઉપયોગ કરું છું. તેના કારણે મારા ખેતરમાં અળસિયા ખૂબ જ જોવા મળે છે.
મારા ઉત્પાદનું હું પોતે પ્રોસેસિંગ કરું છું અને આ ઉત્પાદન સીધું ગ્રાહકો સુધી પહોંછે તે પ્રકારે મેં વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાહકનું પેમેન્ટ ઓનલાઈન આવે છે અને મારી પ્રોડક્ટ ગ્રાહકને ઓનલાઈન મળી જાય છે. આ પદ્ધતિથી ખેતી કરવાના કારણે મને પરંપરાગત ખેતી કરવા માટે 3થી 4 ગણું વળતર મળે છે. હું જે પ્રોડક્ટ તૈયાર કરું છું તેમાં સરગવાનો પાઉડર અને ટેબ્લેટ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરે છે. એટલે તેનું કોરોનામાં વધારે વેચાણ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp