જળસંકટ: કાલથી ખેડૂતોને નર્મદાના પાણી નહીં અપાય

PC: Gujarattourism.com

ગુજરાતમાં પીવાના અને સિંચાઇના પાણીની મુશ્કેલીની શરૂઆત થઇ ચૂકી છે. ઉનાળો શરૂ થતાં વીજળી અને પાણીનો વપરાશ વધ્યો છે ત્યારે રાજ્ય સરકારે એક નિર્ણય કરીને એવું જણાવ્યું છે કે નર્મદા ડેમમાં પાણીની ઘટતી જતી સપાટી વચ્ચે ગુજરાતના ખેડૂતોને આવતીકાલ એટલે કે ગુરૂવારથી પાણી નહીં મળે. નર્મદા ડેમની પાણીની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ડેમની હાલની સપાટી 105.81 મીટર છે. 15મી માર્ચથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરાશે. આઇબીપીટી ટનલમાંથી પણ પાણીનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

આઇબીપીટી ટનલમાંથી 9500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જ્યારે નર્મદા નદીમાં ગોડબોલે ગેટમાંથઈ 500 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. ડેમમાં પાણીની આવક 2574 ક્યુસેક છે. પ્રતિદિન પાણી ખેંચાતા તંગી સર્જાય તેવી સંભાવના છે. ગુજરાત સરકારે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે નર્મદાની કેનાલમાં ગેરકાયદે પમ્પ મૂકીને પાણી ખેંચવામાં ન આવે. રાજ્ય સરકાર પાણીની સ્થિતિ પર સતત વોચ રાખી રહી છે. ભારતમાં ચોમાસાની સિઝનને હજી ત્રણ મહિનાનો સમય છે ત્યારે સરકારે અનામત પાણી પીવાના ઉપયોગ માટે અનામત રાખવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp