આણંદમાં વિકસાવાઇ એલોવેરાની એવી જાત જેમાં વધુ ઔષધિય ગુણધર્મો છે

PC: khabarchhe.com

(દિલીપ પટેલ) તંદુરસ્તી માટે લોકો કુદરતી ઉત્પાદો વધારે વાપરતાં થયા છે. મેડિકલ કુંવારપાઠાની નવી શોધાયેલી જાત 105 ટકા વધારે એલાઈન - એ આપે છે. આણંદ કુંવારપાઠું 1 નવી જાત કમાલની છે. ગુજરાત આણંદ કુંવારપાઠા-1 (GAK 1) નવી જાત છે.

કુંવારપાઠાની સુધારેલી પહેલી જાત આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયે તૈયાર કરી હતી. જે મધ્ય ગુજરાત  માટે સારી જાત છે. સફળતા પૂર્વક તેનું વાવેતર ઘણાં ખેડૂતો કરી રહ્યાં છે. તેના પાલ લીલા રંગના છે. કાંટા પર કાળા ટપકા છે.

ખેતરના શેઢે ઉગતા કુંવારપાઠાનું ઉત્પાદન સામાન્ય રીતે 20થી25 ટન હેક્ટરે મળે છે. પણ નવી જાત 18 મહિનામાં ઉપજ હેક્ટરે 95-135 ટન છે. સરેરાશ ઉત્પાદન 106 ટન હેક્ટરે છે. જે કચ્છના કુંવારપાઠાથી 25.7 ટકા વધારે ઉત્પાદન આપે છે. જ્યારે આણંદની સ્થાનિક જાતો કરતાં 44 ટકા વધારે ઉત્પાદન આપે છે.

જેલનું ઉત્પાદન હેક્ટરે 62.8 ટન મળી રહ્યું છે. તે આણંદના સ્થાનિક જાતો કરતાં 57.7 ટવા વધારે છે. જ્યારે કચ્છના કુંવારપાઠા કરતાં 38.30 ટકા વધારે જેલ આપે છે.

2017માં શોઝેલી આણંદની આ જાત ગુજરાત આણંદ કુંવારપાઠું 1માં એલાઈન - એ (આલ્કલોઇડ) (એળિયો)નું ઉત્પાદન 23.3 કિલો હેક્ટરે નિકળે છે. જે આણંદની સ્થાનિક જાતો કરતાં 105.9 ટકા વધારે છે. જ્યારે કચ્છના કુંવારપાઠા કરતાં 109.2 ટકા ઉત્પાદન વધારે આપે છે.

એકર દીઠ 1-2 લાખનું ઉત્પાદન મેળવી શકાય છે.ફાર્માસ્યુટિકલ્સના ક્ષેત્રમાં એલોવેરાની માંગ ઘણી વધારે છે. એલોવેરા જ્યુસ, લોશન, ક્રીમ, જેલ, શેમ્પૂની ખૂબ માંગ છે. એલોવેરા ઔષધ અને સોંદર્યમાં વપરાય છે. મોટા ભાગનું બજાર ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાં છે. 2017માં ભારતીય કુંવાપપાઠાનું બજાર 2.37 કરોડ ડોલરનું હતુ. જે 2023 સુધીમાં 3.9થી 4 કરોડ ડોલરનું થઈ જશે.

રાજપીપળા

ભારતમાં કુંવારની ખેતી રાજસ્થાનના અલવર, આંધ્રપ્રદેશના સતનપલ્લી, ગુજરાતના રાજપીપળા અને તમિલનાડુના કેટલાક ભાગોમાં થાય છે. કુંવારમાં ગ્લુકોસાઇડ્સનું મિશ્રણ હોય છે જેને સામૂહિક રીતે 'એલોઇન' કહેવાય છે, જે દવાનો સક્રિય ઘટક છે.

ખેડૂતો એક વીઘા ખેતરમાં 12 હજાર એલોવેરાના છોડ વાવી શકે છે. રોપાની કિંમત 3 થી 4 રૂપિયા સુધીની હોય છે. 40 હજાર રૂપિયા ખર્ચ થાય છે.

પ્રોસેસિંગ પ્લાન્ટ

બીજી રીત એલોવેરાના પ્રોસેસિંગ યુનિટને સેટ કરવાની છે. તમે પ્રોસેસિંગ યુનિટમાંથી એલોવેરા જેલ/જ્યુસ વેચીને મોટી કમાણી કરી શકો છો. આ માટે તમારે 3 થી 5 લાખ સુધીનો ખર્ચ કરવો પડશે. એલોવેરા પલ્પ 16-18 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

લાખમાં નફો થશે

ઓછા ખર્ચે ખેતીમાં 50 થી 60 હજાર રૂપિયાનું રોકાણ કરીને 5 થી 6 લાખ રૂપિયાનો નફો મળી શકે છે. કુંવારમાં ગ્લુકોસાઇડ્સનું મિશ્રણ 'એલોઇન' હોય છે. જે દવાનું સક્રિય ઘટક છે. એલોઈન અને જેલનો ઉપયોગ સ્કિન ટોનિક તરીકે થાય છે.

તેમાં ઠંડકની અસર અને મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ હોય છે. તેથી તેનો ઉપયોગ ક્રિમ, લોશન, શેમ્પૂમાં થાય છે. જીરોન્ટોલોજી અને વૃદ્ધ ત્વચાના કાયાકલ્પમાં ઉપયોગ થાય છે.

 

એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ, એન્ટિસેપ્ટિક અને કોસ્મેટિક. કેન્સર અને એઇડ્સની સારવારમાં એલોવેરાની શોધને અમેરિકાએ મંજૂરી આપી છે. પેશાબ સંબંધિત સમસ્યાઓ, ખીલ, અલ્સર વગેરેની સારવારમાં વ્યાપકપણે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp