દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને રૂ. 9500 જ ચૂકવાયા

PC: indianexpress.com

અમરેલી જિલ્લાના ધારી, બાબરા, લાઠી તાલુકાના 58,955 ખેડૂત ખાતેદારોને 56.14 કરોડ બેન્‍ક ખાતામાં જમા કરાયા છે, જેમાં સરેરાશ ખેડૂત દીઠ રૂ. 9,522 જમા થયા છે. ધારી તાલુકાના 19646, લાઠી તાલુકાના 19,604 અને બાબરા તાલુકાના 19,705 ખેડૂતોના ખાતામાં સરકારે સહાય પેટે રૂ. 56.14 કરોડ ચૂકવ્‍યા છે. દુષ્કાળ સહાય તરીકે આ રકમ ઓછી છે. કારણ કે ખેડૂતોએ બિયારણ, ખાતર, જંતુનાશક દવા અને મજૂરીના સરેરાશ રૂ. 60 હજાર ખર્ચ કર્યો છે. જેમાં ગુજરાત સરકાર હવે માત્ર રૂ. 9,500 જ આપી રહી છે. જે ખરેખર તો ખેડૂતોને થયેલું તમામ નુકસાન ભરપાઈ કરી આપવું પડે અને વીમાની પૂરેપૂરી રકમ આપવી પડે તે આપવામાં આવતી નથી.

રાજ્યના અમુક જિલ્‍લાઓમાં અનિયમિત અને ઓછા વરસાદના હિસાબે દુષ્‍કાળગ્રસ્‍ત પરિસ્‍થિતિ ઉભી થવા પામી હતી. દુષ્‍કાળગ્રસ્ત વિસ્‍તાર જાહેર કરવાના કાયદામાં સુધારો કરીને રાજ્યના ખેડુતો અને પશુ પાલકોને મદદરૂપ થવા માટે ઓછા વરસાદવાળા તાલુકાઓને અસરગ્રસ્‍ત જાહેર કરવામાં આવ્‍યા હતા. અગાઉ સરકારે અતિવૃષ્‍ટીગ્રસ્‍ત જિલ્‍લાના સાત તાલુકાઓમાં સહાય ચૂકવીને ખેડૂતોને નાણાં ચૂકવ્યા હતા.

ઓછા વરસાદવાળા અમરેલી જિલ્‍લાના ત્રણ તાલુકાઓ જેમાં ધારી તાલુકાના 19646, લાઠી તાલુકાના 19604 અને બાબરા તાલુકાના 1970પ ખેડૂતોના બેન્‍ક ખાતામાં 7 ફેબ્રુઆરી 2019 સુધીમાં જમા કરાવવામાં આવી છે. બાકી રહેતા ખેડૂતોના ખાતામાં હવે રકમ જમા થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp