PM કિસાન સમ્માન નિધિ માટે જો પતિ-પત્ની બંને અરજી કરે તો, બેગણો લાભ મળશે? જાણો

PC: theprint.in

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો નવમો હપતો ખેડૂતોને ઓગસ્ટમાં મળવાની સંભાવના છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. જેના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. આ રૂપિયા 2000ના ત્રણ હપતામાં ખેડૂતોના ખાતામાં જાય છે.

નવમાં હપતાની રાહઃ સરકાર અત્યાર સુધીમાં 8મો હપતો ખેડૂતોને મોકલી ચૂકી છે અને ખેડૂતોને હવે નવમા હપતાની રાહ છે. જે ઓગસ્ટમાં મળી શકે છે. PM KSNY યોજનાના નિયમો અનુસાર આ યોજના ખેડૂતોના પરિવાર માટે છે. એવામાં યોજનાને લઇ એક સવાલ એવો પણ ઊઠે છે કે શું એક જ પરિવારમાં પતિ-પત્ની બંનેને આ યોજનાનો લાભ મળી શકે છે?

કોને મળશે આ યોજનાનો લાભ

સરકારના નિયમો અનુસાર PM KSNY યોજનાનો લાભ પતિ-પત્ની બંને લઇ શકે નહીં. આ યોજના હેઠળ કોઇપણ પરિવારના એક જ સભ્યને PM KSNYનો લાભ મળી શકે છે. જો પતિ અને પત્ની બંને જ આ યોજનાનો લાભ લેવાનો પ્રયાસ કરે છે તો તેમને યોજના માટે અપાત્ર માનવામાં આવશે. તેમને પહેલાથી મળેલા પૈસા વસૂલવામાં આવી શકે છે. એવા ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં ખેડૂતોની સાથે સાથે તેમની પત્ની અને બાળકોને પણ યોજનાનો લાભ મળ્યો છે.

કયા ખેડૂતોને લાભ મળશે નહીં

યોજનાના નિયમ અનુસાર એવી ઘણી જોગવાઇઓ છે, જે તમને લાભ લેતા રોકી શકે છે. જો તમે ખેતી યોગ્ય જમીનનો ઉપયોગ અન્ય કોઇ કામ માટે કરી રહ્યા છો કે પછી પોતે અન્યના ખેતરમાં કામ કરી રહ્યા છો... તો તમને યોજનાનો લાભ મળશે નહીં. જો કોઇ ખેડૂત ખેતી કરી રહ્યો છે પણ ખેતર તેના નામે નથી તો પણ તેને યોજનાનો લાભ મળશે નહીં.

આ નિયમોનું પણ ધ્યાન રાખો

જો ખેડૂતના પરિવારમાંથી કોઇ ટેક્સ ભરે છે કે ગયા વર્ષે ટેક્સની ચૂકવણી કરી હતી તો પણ આ યોજના માટે અપાત્ર માનવામાં આવશે. જો કોઇ સરકારી કર્મચારી, વર્તમાન કે પૂર્વ સાંસદ, ધારાસભ્ય કે મંત્રી પણ છે, તો આવા લોકો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. ડૉક્ટર, ઈજનેર, વકીલ, CA કે તેમના પરિવારના સભ્ય આ યોજના માટે અપાત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp