સુરતનું હોલસેલ શાકભાજી માર્કેટ બંધ રહેશે તેવી અફવાથી ગૃહિણીઓને ચિંતા, જાણો હકીકત

PC: Khabarchhe.com

કોરોના વાયરસના ડરનો ઉપયોગ કરીને ઘણા લોકો સોશિયલ મીડિયા પર દરરોજ ખોટા મેસેજો ફેલાવતા રહ્યા છે. સુરતમાં ઇંગ્લેંડથી આવેલી યુવતીને કોરોના પોઝિટીવ હોવાનો ખોટો રિપોર્ટ કોઇકે ફરતો કરી દીધો હતો. ત્યારપછી હેલ્થ વિભાગે ચિમકી આપવી પડી હતી કે આવા મેસેજ ફેલાવનાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર તો પછીથી એ યુવતીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આવી તો બીજી અફવાઓ પણ ફેલાવાઇ રહી છે.

હાલમાં જ સુરતનું એપીએમસી માર્કેટ બંધ રહેવાનું છે તેવી અફવાઓ જોર પકડ્યું હતું. જેને લઇને આગામી દિવસોમાં શાકભાજી મળશે કે નહીં તે અંગે ગભરાટ ફેલાઇ ગયો હતો અને કેટલીક મહિલાઓએ શાકભાજી એડવાન્સમાં ખરીદી લેવા દોટ મૂકી હતી. જોકે, હકીકતે સરદાર માર્કેટ બંધ રહેવા અંગેની કોઇ જ અધિકારીક જાહેરાત કરાઇ નથી.

કોરોના વાયરસનો ગુજરાતમાં હજુ સુધી કોઇ પોઝીટીવ કેસ નોંધાયો નથી છતા સોશિયલમાં મિડીયામાં રોજબરોજની અફવા ફેલાઇ રહી છે.ગુરુવારે લોકોમાં એવી અફવા ફેલાઇ હતી કે શુક્રવાર સવારથી સુરતનું સરદાર માર્કેટ બંધ રહેશે આ અફવાને કારણે શાકભાજી લેવા લોકોએ પડાપડી કરી હતી. જો કે એપીએમસીએ સ્પષ્ટ કર્યું હતું કે સરદાર માર્કેટ બંધ કરવાનો હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

એપીએમસીના પ્રમુખ રમણભાઇ જાનીએ Khabarchhe.com સાથે વાત કરતા કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી સરદાર માર્કેટમાં અમે અનાઉસમેન્ટ કરી રહ્યા છે કે સરદાર માર્કેટમાં કામકાજ ચાલુ છે ખોટી અફવા ફેલાવશો નહીં અને ખોટી અફવાથી ભરમાશો નહીં.સરદાર માર્કેટ એ શહેરમાં શાકભાજી વિતરણનું મુખ્ય સ્ત્રોત હોવાથી શાકભાજીની ચિંતા ગૃહિણીઓને હોય તે સ્વાભાવિક છે, પરંતું અફવામાં આવી જઇને આડેધડ ખરીદી કરીને પેનિક ફેલાવવાની વાત યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp