એક ખેડૂતની સફળતા, કચ્છ હવે ખારેક જ નહીં દ્રાક્ષથી પણ ઓળખાશે

PC: khabarchhe.com

નખત્રાણા તાલુકામાં રામપર ગામમાં ઇશ્વરભાઈ પટેલનું ખેતર હરિયાળું બની ગયું છે. તેમના ખેતરો લીલીછમ દ્રાક્ષથી બરેલા છે. તેમણે સુપર સોનાકા વેરાયટી નામની દ્રાક્ષ ઉગાડી છે. આવા અનેક ખેતરોમાં હવે દ્રાક્ષ પાકવા લાગી છે. શિયાળો બેસતા જ દ્રાક્ષના ઝુમખા લટકી રહ્યાં છે. ઝુમખાનું વજન 300થી 750 ગ્રામનું હોય છે.

કચ્છમાં કૂલ 55 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી થાય છે. 10 લાખ મેટ્રિક ટન ફળો પાકે છે. દક્ષિણ ગુજરાત કરતાં કચ્છમાં ફળોનું ચોથા ભાગનું અને સૌરાષ્ટ્ર કરતાં ત્રીજા ભાગનું વાવેતર અને ઉત્પાદન કચ્છમાં થાય છે. કચ્છ હવે માત્ર રણ વિસ્તાર નથી રહ્યો. અહીં હવે દ્રાક્ષનું વાવેતર થવા લાગ્યું છે. દ્રાક્ષ પકવતા રાજયમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તાલીમનાડુ અને આંધ્રપ્રદેશ મુખ્ય છે. ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વાવેતર થયેલ છે. કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં વાવેતર થયેલા છે.

દ્રાક્ષને અર્ધસુકા વિસ્તારમાં જયાં વરસાદ અપુરતો હોય ત્યાં વાવેતર કરવામાં આવે છે. ખેતી સફળ થતાં કચ્છના અનેક ખેડૂતો દ્વારા દ્રાક્ષના તૈયાર થયેલા છોડને નવેમ્બર–ડીસેમ્બર માસ દરમ્યાન રોપણી કરવાનું શરૂ કરાયું છે. ''થોમસન સીડલેશ'' જાત મંડપ પધ્ધતિમાં 1.2મી. બે છોડ વચ્ચે અને 3.6 મી. બે હાર વચ્ચે અંતર રાખી રોપણી કરવામાં આવી રહી છે.

કચ્છમાં કેરી 10 હજાર હેક્ટર, કેળા 3215 હેક્ટર, દાડમ 16 હજાર હેક્ટર અને દ્રાક્ષ 2 હજાર હેક્ટર થવા લાગી છે.

ઈશ્વરભાઈએ 7 એકર જમીન પર દ્રાક્ષનું 25-30 ટન ઉત્પાદન મેળવ્યું છે.ભચાઉ, રાપર અને અન્ય વિસ્તારમાં દ્રાક્ષનો પાક લેવાતો હતો. કચ્છનું હવામાન દ્રાક્ષને અનુરૂપ નથી, છતાં દ્રાક્ષની ખેતી થાય છે. ગરમીથી સમય કરતા વહેલી પાકી જાય છે. તેથી ભાવ ગગડી જાય છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ દ્રાક્ષની ખેતી થવા લાગી છે. ચાલુ સાલે નવેમ્બરના શરૂઆતના દિવસો સુધી ગરમી રહી હતી. જાન્યુઆરી માસમાં પણ ગરમી રહેશે તો દ્રાક્ષ વહેલી પાકશે.

દ્વાક્ષની વિવિધ જાતો :

ભારતમાં 1 હજાર જાતની દ્રાક્ષ થાય છે. જેમાં તાસ–એ–ગણેશ, પુસા સીડલેશ, ડીલાઈટ, અનાબે–શાહી, બેંગ્લોર બ્લુ, ભોંકરી, ગુલાબી, કાલી સહેલી, પરલેટ, થોમ્પસન સીડલેશ, શરદ સીડલેશ, સોનાકા વિગરે જાતો મુખ્ય છે. અર્કાવતી, અર્કા હંસ, અર્કા કંચન, અર્કા શ્યામ, અર્કા નીલમની, અર્કા શ્વેતા, અર્કા મેજેસ્ટીક, અર્કા ચિત્રા, અર્કા કિશ્ના, અર્કા સોમ, અર્કા ટ્રીશ્ના.

ઘણી વિદેશી જાતોનું પણ દેશમાં વાવેતર થાય છે, જેવી કે ઈટાલીયા, અસારીયો, અલ્મેરીયા, કાર્ડીનલ અને ગોલ્ડ વિગેરે છે. ગુજરાત માટે તાસ–એ–ગણેશ, પુસા સીડલેશ, ડીલાઈટ, અનાબે–શાહી,  થોમ્પસન સીડલેશ, શરદ સીડલેશ, સોનાકા જેવી જાતોની  ભલામણ કરેલી છે.

દ્રાક્ષ એ વેલાવાળો પાક હોવાથી શરૂઆતથી વેલાને કેળવણી આપવી જરૂરી છે. જેનાથી દ્રાક્ષના વર્ષ દરમ્યાન થતાં ખેતી કાર્યો સહેલાઈથી કરી શકાય છે. તેમજ પાંદડાઓને પુરતો પ્રકાશ મળે અને હવાની અવરજવર  સારી રીતે થાય છે. આ માટે જુદા જુદા આકારનો ઉપયોગ કરીએ છીએ. જેને ટ્રેલીસ કહે છે. ખાસ કરીને મંડપ, ટી(ત), વાય (થ) તેમજ છાપરાકાર ટ્રેલીસનો ઉપયોગ દ્રાક્ષના વેલાની કેળવણી કરવા થાય છે.

ગુજરાતમાં દ્રાક્ષના વેલાને એક થડ વધવા દઈ જરૂર પ્રમાણે દોઢથી બે મીટરની ઉંચાઈ બાદ મંડપ પધ્ધતિ અથવા ટેલીફોન પધ્ધતિ દ્વારા કેળવણી આપવાની ભલામણ છે.

ખારેક, દાડમ અને દ્રાક્ષનો વાઈન

અહીં હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખારેકમાંથી બનેલી વાઇનનું 2018થી બની રહ્યું છે. ખજૂર વાઈનને ગુજરાતમાં 65 પરમિટ ધરાવતા બારમાં વેચવામાં આવે છે. કચ્છમાં મોટા પ્રમાણાં ખારેક-ખજૂરનો પાક થાય છે જેને રુ.20થી 150 પ્રતિ કિલો વેચવામાં આવે છે. જે લોકો હાર્ડ લિકર નથી પીવા માગતા તેઓ 13% જેટલો આલ્કોહોલ ધરાવતાં ખારેક વાઈન પીવે છે. હવે દ્રાક્ષ અને દાડમમાંથી વાઇન બનાવવાનું શરુ કરી શકાય એટલું ઉત્પાદન કચ્છમાં થઈ રહ્યું છે.

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp