અમૂલ-સુમુલ ડેરીના ચિંલિગ પ્લાન્ટ બંધ રહેવાની વાત અંગે ઓથોરિટીએ કર્યો આ ખુલાસો

PC: youtube.com

દૂધમાં જેમ અચાનક ઊભરો આવે તેમ કોરોના વાયરસને કારણે અફવાઓનો ઊભરો આવી રહ્યો છે. લોકોમાં ડર ઊભો કરે તેવા ધડ માથા વગરના સમાચારો સોશિયલ મીડિયા પર ફરતા થઇ રહ્યા છે. જેને લઇને જે તે ઓથોરિટીએ ખુલાસા કરવા પડી રહ્યા છે. શાકભાજી બજાર બંધ રહેશે તેવી અફવા પછી દૂધનો સપ્લાય પણ નહીં મળે તેવી અફવાઓ જોર પકડતા સુમુલ ડેરીએ સ્પષ્ટતા કરવી પડી હતી.

અત્યારે અફવા બજાર એટલું ગરમ છે કે જાત જાતની અફવા ફેલાઇ રહી છે અને કેટલાંક નવરા મગજના લોકો અફવાને ભડકાવી રહ્યા છે.કેટલાંક લોકોએ બજારમાં એવી અફવા ફેલાવી છે કે કે કોરોના વાયરસને લીધે તા. 21 માર્ચ થી સુમુલ-અમૂલના બધા ચિલિંગ સેન્ટરો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે, અને તેથી સુમુલ તેમજ અમુલ દૂધનો પુરવઠો અને ઉત્પાદન ખોરવાશે. આવી અફવાએ ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે. જો કે સુમુલ ડેરીએ લેખિતમાં સ્પષ્ટતા કરી છે કે અફવાથી ભરમાશો નહીં સુમુલ ડેરી પાસે પુરતો દુધનો પુરવઠો છે અને અવિરત વિતરણ ચાલું રહેશે.

સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર એસ.વી. ચૌધરીએ કહ્યું છે કે, ગ્રાહકોને માહિતગાર કરવામાં આવે છે કે અમારા વિરોધીઓ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહે છે કે કોરોના વાયરસને લીધે તા. 21 માર્ચ થી સમુલ-અમૂલના બધા ચિલિંગ સેન્ટરો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે, અને તેથી સુમુલ તેમજ અમુલ દૂધનો પુરવઠો અને ઉત્પાદન ખોરવાશે.

તેમણે વધુમાં કહ્યું કે આ અફવાઓ સુમુલ ડેરીને બદનામ કરવા અને તમને બધાને મૂંઝવણમાં મુકવા માટે ફેલાવવામાં આવી રહી છે. આપ સૌને વિનંતિ કે આ બધી અફવાઓથી ભરમાશો નહિ. ભૂતકાળ ની દરેક અપત્તિઓના વખતની જેમ આ વખતે પણ સુમુલ તેમજ અમુલ દૂધનો પુરવઠો અવિરત ચાલુ રહેશે, તેની ખાતરી રાખજો.

 આસિ. જનરલ મેનેજર સેલ્સ એન્ડ માર્કેટિંગ મનીષ ભટ્ટે કહ્યું કે ડેરીમાં તૈયાર થતું પેશ્યુરાઇઝડ દૂધ વધુ સલામત હોય છે. બીજા દૂધ જે પ્રોસેસ કરવામાં નથી આવતા તેટલા પ્રમાણમાં શુદ્ધતા ધરાવતા નથી.  તેમણે વધુમાં જણાવ્યું કે લોકોએ સુમુલ ડેરીના આ નંબર- 02616710224 પર પણ ફોન કરીને જાણકારી મેળવી શકશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp