કોઈ પણ શુભ કાર્યની શરૂઆત લોકો સફળ થવાની આશા સાથે કરે છે. એવામાં એક શુભ દિવસ આવી રહ્યો છે, જેમાં તમે તમારા દરેક શુભ કાર્યની શરૂઆત કરી શકો છો. અક્ષય તૃતીયાનું પાવન પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ તિથિના દિવસે મનાવવામાં આવે છે. આ વખતે 18 એપ્રિલે અક્ષય તૃતીયા છે. અક્ષયનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય ન થાય અને નષ્ટ ન થાય. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસોમાં જે પણ કંઈ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું અનેક ગણું ફળ મળે છે.
આ વખતે અક્ષય તૃતીયા 18 એપ્રિલે છે અને આ દિવસે કરવામાં આવેલી પ્રાર્થના અને દાન અક્ષય રહીને ખૂબ ઝડપથી ફળ આપે છે.

પરંતુ આ દિવસે આ 7 કામ ન કરવા જોઈએ...
- અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, એટલે આવું કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
- અક્ષય તૃતીયા પર મા લક્ષ્મીની પૂજા કરતા સમયે સ્વચ્છતા અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અખાત્રીજ પહેલા પૂજા સ્થળની સાફ-સફાઈ ખાસ કરવી જોઈએ. તમારે પણ નવા કપડા પહેરવા જોઈએ.
- જો તમે કોઈ વ્રત રાખ્યું હોય તો એ વાતનું ધ્યાન રાખજો કે અખાત્રીજના દિવસે ઉપવાસનો અંત નહીં કરતા.
- અખાત્રીજના દિવસે ઉપનયન સંસ્કાર ન કરવો જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. આ દિવસ તમારે પહેલીવાર જનોઈ પણ ધારણ ન કરવી જોઈએ.
- અમુક જગ્યાએ અખાત્રીજના દિવસે યાત્રા કરવી પણ વર્જિત માનવામાં આવે છે.
- આ દિવસે તમારે નવું ઘર તો ખરીદવું જોઈએ, પરંતુ કોઈપણ પ્રકારનું નિર્માણ કાર્ય ન કરાવવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે.
- અખાત્રીજના દિવસે નવા વૃક્ષ પણ ન રોપવા જોઈએ.