26th January selfie contest

Photos: સિકંદરના સમયનો ખજાનો મળ્યો, પથ્થર કાપીને બનાવવામાં આવ્યા હતા 400 મકબરા

PC: livescience.com

તુર્કીમાં પુરાતત્વવિદોએ પથ્થરોને કાપીને બનાવવામાં આવેલા 400 મકબરા શોધ્યા છે. આ કબર આશરે 1800 વર્ષ જૂની છે. તેની અંદર સુંદર વોલ પેઈન્ટિંગ્સ છે. એટલે કે દીવાલો પર પેઈન્ટિંગ કરવામાં આવ્યું છે. સાથે જ કેટલીક અમૂલ્ય વસ્તુઓ મળી છે, જેને લોકો ખજાનો કહી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, આ મકબરા રોમન સામ્રાજ્યના સમયમાં પથ્થરોમાંથી કાપીને બનાવવામાં આવ્યા હતા. તુર્કીના એજિયન સાગરથી પૂર્વમાં આશરે 180 કિલોમીટર દૂર સ્થિત ઐતિહાસિક શહેર બ્લોનડોસ (Blaundos)માં આ પથ્થરમાંથી કાપેલા મકબરા મળ્યા છે. આ શહેરને સિકંદરના સમયનું જણાવવામાં આવ્યું હતું. આ શહેર રોમન અને બિજનટાઈન સામ્રાજ્ય સુધી પોતાના સ્વર્ણિમ યુગમાં હતું. આ ગુફાઓમાં સાર્કોફૈગી (Sarcophagi) નામની પ્રક્રિયા કરવામાં આવતી હતી. એટલે કે તેમા મરી ગયેલા જીવો અને માણસોને રાખવામાં આવતા હતા. આવુ ઘણી પેઢીઓ સુધી કરવામાં આવ્યું હતું.

તુર્કીની યૂસાક યુનિવર્સિટીના પુરાતત્વવિદ બિરોલ કૈન આ ખનન કાર્યક્રમના પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે, બ્લોનડોસમાં રહેલા આ મકબરાની અંદર પરિવારોનું આધિપત્ય હતું. એટલે કે મકબરા અથવા તેના કરતા વધુ કોઈ એક પરિવારના તો બાકી કોઈ અન્ય પરિવારના. જ્યારે પણ કોઈના પરિવારમાં કોઈ મૃત્યુ પામતું તો તેના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવતા હતા. ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવતા હતા.

બ્લોનડોસ શહેર ચારેબાજુથી ઘાટીઓથી ઘેરાયેલુ છે. એટલે કે તે એક ઊંચી પહાડી પર બનેલું છે. અલસમાં આ ઘાટી યૂસાક કેનયનનો હિસ્સો છે. આ કેનયન દુનિયાની સૌથી મોટી કેનયન સિસ્ટમાંથી એક છે. બ્લોનડોસના જ લોકોએ યૂસાકની ઘાટીઓના ઢાળ પર નેક્રોપોલિસ (Necropolis)નું નિર્માણ કર્યું હતું. આ વિસ્તારમાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા આ જ હતી કે મજબૂત પથ્થરને કાપીને મકબરો બનાવી દેવામાં આવતો હતો. જેની અંદર અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા.

બિરોલ કેને કહ્યું કે, પુરાતત્વવિદ નેક્રોપોલિસ વિશે છેલ્લાં 150 વર્ષોથી જાણીએ છીએ. પરંતુ ક્યારેય પણ બ્લોનડોસમાં યોગ્યરીતે ખનન કરવામાં નહોતું આવ્યું. આથી, અમે વર્ષ 2018માં એક સિસ્ટમ અનુસાર ખનન કાર્યક્રમ શરૂ કર્યો. અત્યાર સુધીમાં અમને આ જગ્યા પર બે મંદિર, એક થિયેટર, એક સાર્વજનિક બાથરૂમ, એક જિમ્નેશિયમ, એક બેસિલિકા, શહેરની દીવાલો, એક મોટો દરવાજો, રોમન સામ્રાજ્યના હીરો હેરૂનની સમાધિ અને પથ્થરોને કાપીને બનાવવામાં આવેલા મકબરા શોધ્યા છે.

બિરોલે જણાવ્યું કે, હજુ પણ આ શહેરની નીચે ઘણા ધાર્મિક, સાર્વજનિક અને નાગરિક સ્ટ્રક્ચર રહેલા છે. જેની શોધ કરવાની હજુ બાકી છે. વર્ષ 2018માં એક પથ્થરને કાપીને બનાવવામાં આવેલા મકબરાની અંદર બીજી અને ત્રીજી સદીના માણસોના હાડકાં મળ્યા હતા. ત્યારબાદ ધીમે-ધીમે ખનન કાર્યક્રમ આગળ વધારતા ગયા, જેના કારણે 400 મકબરા શોધવામાં આવ્યા છે. આ મકબરા અલગ-અલગ પથ્થરોને કાપીને બનાવવામાં આવ્યા છે.

નેક્રોપોલિસ કબરના ડાકુઓની મનપસંદ જગ્યા હતી. તેઓ આ કબરને તક જોઈને નષ્ટ કરી નાંખતા હતા. તેમા મુકેલી કલાકૃતિઓ લૂંટી લેતા હતા. આવુ તેમણે ઘણી સદીઓ સુધી કર્યું. કારણ કે આ મકબરાની અંદર વાસણોના ટુકડા અને કેટલાક સિક્કા મળ્યા છે. જે બીજી અને ચોથી સદી સુધીના છે. આ સિક્કા રોમન સામ્રાજ્યના સમયના છે. આ મકબરાની અંદરની દીવાલો પર પ્રાકૃતિક રંગો દ્વારા પેઈન્ટિંગ્સ કરવામાં આવ્યું છે. જેમા રોમન સામ્રાજ્યની ઝલક સ્પષ્ટ જોવા મળે છે.

બિરોલની ટીમે અહીં ચાર પ્રકારના મકબરા શોધ્યા. જેમા એક રૂમવાળો મકબરો પણ છે. કેટલાક સુંદર ઘણા રૂમો ધરાવતા મકબરા પણ હતા. આ રૂમો એક લય અથવા એક લાઈનમાં હોય એ જરૂરી નહોતું. પહેલા એક રૂમ બનાવવામાં આવતો હતો, પછી જરૂર પડવા પર બાજુના પથ્થરને કાપીને બનાવવામાં આવતા હતા, ત્યારબાદ તેને જોડી દેવામાં આવતા હતા. જેથી અંતિમ સંસ્કાર કરવા માટે વધુ જગ્યા મળી જાય. આ રીતે બીજો રૂમ, ત્રીજો રૂમ અને ચોથા રૂમ સુધીના મકબરા શોધવામાં આવ્યા છે.

બિરોલે જણાવ્યું કે, કેટલાક મકબરાની અંદરથી કાચ, ડાયમંડ્સ, વીંટીઓ, બ્રેસલેટ, હેરપિન, મેડિકલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ, બેલ્ટ, કપ અને તેલના દીવા વગેરે પણ મળ્યા છે. અસલમાં તે મરનારાઓને આપવામાં આવતા હતા, જેથી મર્યા બાદ તેમને આ વસ્તુઓની કમી ના પડે. એવી માન્યતા હતી કે, શરીર છોડ્યા બાદ પણ લોકો પાછા અહીં થોડાં દિવસ વીતાવે છે, જ્યાં સુધી તેમને બીજો જન્મ ના મળી જાય. આથી, તેમના માટે આ ગિફ્ટ્સ મુકવામાં આવતી હતી.

નેક્રોપોલિસમાં મળેલા 400 મકબરાઓમાંથી 24માં દીવાલો પર પેઈન્ટિંગ્સ છે. કેટલાકની હાલત ખૂબ જ ખરાબ છે. તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ કે, રોમન સામ્રાજ્ય પૂર્ણ થયા બાદ કેટલાક ગુંબજોને બકરીઓ, ઢોરના આરામ માટે ઉપયોગમાં લઈ શકાય. જાનવરોના રહેવાના કારણે ઘણા પેઈન્ટિંગ્સ ખરાબ થઈ ગયા. જોકે, બિરોલની ટીમ કેટલાકને સંરક્ષિત કરવામાં સફળ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp