ખોદકામ દરમિયાન મળ્યુ મટકું અને અંદર નિકળ્યા 333 દુર્લભ સિક્કા

PC: intoday.in

આપણને ઘણીવાર એવી ખબરો મળતી હોય છે કે, આ જગ્યાએ ખોદકામ કરતાં ઘરેણાં મળ્યા, ખોદકામ કરતાં પ્રાચિન મંદિર મળ્યું, ખોદકામ કરતાં સોના-ચાંદીના સિક્કા મળ્યાં, ખોદકામ દરમિયાન ખજાનો નિકળ્યો વગેરે વગેરે. સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશમાં મનરેગા હેઠળ નદીના કિનારે ખોદકામ કરતાં એક ઘડામાં પ્રાચીન સમયના સિક્કા મળી આવ્યા હતા. તો આ મહિનામાં જ મધ્ય પ્રદેશના ઐતિહાસિક બુરહાનપુરના દેડતલાઈ અંતર્ગત આવતા ચોખંડિયા ગામમાં ચાલી રહેલા મનરેગાના રોડ નિર્માણના ખોદકામ દરમિયાન મજૂરોને મુઘલકાલીન ચાંદીના સિક્કા ભરેલો ઘડો મળી આવ્યો હતો. આવી જ એક ઘટના રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સામે આવી છે. અહીં તાંબાના દુર્લભ 333 સિક્કા મળી આવ્યા છે.

રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક એવી ઘટના સામે આવી છે, જ્યાં ખોદકામ દરમિયાન અચાનક એક ઘડો મળી આવ્યો. ઘડો મળતા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જેવું ઘડાની અંદર જોયું તો તેની અંદર દુર્લભ 333 તાંબાના સિક્કા નજરે પડ્યા હતા. નોંધનીય છે કે, આ ઘટના સવાઈ માધોપુર જિલ્લાના ખંડાર પેટાવિભાગ વિસ્તારના અલ્લાપુર ગામની છે. અહીં સ્થિત તલાઈ પર મનરેગા હેઠળ કામ ચાલી રહ્યું છે. મનરેગા હેઠળ ચાલી રહેલા ખોદકામ કાર્ય દરમિયાન તલાઈમાં એક ઘડો મળી આવ્યો હતો. જ્યારે ખોદકામ દરમિયાન એક પથ્થર હટાવવામાં આવ્યો ત્યારે આ ઘડો દેખાયો હતો.

આ ઘડાને ખોલીને જોવામાં આવ્યું તો તેમાં તાંબાના દુર્લભ સિક્કા ભરેલા હતા. ત્યાં ખોદકામ કરી રહેલા શ્રમિકોએ તાત્કાલિક તેની જાણકારી અધિકારીઓને આપી. ઘટનાસ્થળે પહોંચેલા ખંડાર વિકાસ અધિકારીએ લોકોની હાજરીમાં સિક્કાઓની ગણતરી કરાવી હતી. આ ઘડામાં નાના મોટા કુલ મળીને 333 તાંબાના સિક્કા નિકળ્યા હતા. પેટા વિભાગ અધિકારીના દિશાનિર્દેશ અનુસાર વિકાસ અધિકારીએ પોલીસ અને શ્રમિકોની હાજરીમાં ખોદકામ દરમિયાન મળેલા તાંબાના સિક્કા ભંડાર તાલુકા અધિકારી દેવી સિંહને આપી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, સિક્કાઓ પર ફારસી ભાષામાં કંઈક લખેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp