અયોધ્યામાં બનનારી મસ્જિદ માટે 20 લાખ જ ફંડ મળતા અંસારી નારાજ

PC: livehindustan.com

અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે ધન એકત્રિત ન થવા બાબતે બાબરી મસ્જિદના પૂર્વ ઇકબાલ અંસારીએ ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઇન્ડેશન ટ્રસ્ટ (IICF)ના અધ્યક્ષની કાર્યશૈલી પર મોટો આરોપ લગાવ્યો છે. અંસારીના કહેવા મુજબ ટ્ર્સ્ટની રચના ખાનગી છે, જેને કારણે લોકો વિશ્વાસ નથી કરી રહ્યા. હકિકતમા, સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે મસ્જિદ નિર્માણની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ મસ્જિદ નિર્માણ માટે જે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે તે ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઇન્ડેશન ટ્ર્સ્ટ અત્યાર સુધીમાં માત્ર 20 લાખ રૂપિયાનું જ ફંડ ભેગું કરી શકયું છે. આને લઇને ઇકબાલ અંસારીએ ટ્ર્સ્ટ પર મોટો આરોપ લગાવ્યો છે.

નવેમ્બર 9, 2019ના દિવસે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ધનીપુરમાં મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન સુન્ની વકફ બોર્ડને ફાળવવામાં આવી હતી. વકફ બોર્ડે ફ્રેબ્રુઆરી 2020માં ઇંડો કલ્ચર ફાઉન્ડેશન ટ્ર્સ્ટની પચના કરી હતી અને સામાજીક સહયોથી મસ્જિદ નિર્માણ માટે ટ્ર્સ્ટના નામથી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. ટ્ર્સ્ટની રચના પછી 16 મહિનાનો સમય પસાર થઇ ગયો, પરંતુ આ 16 મહિનામાં માત્ર 20 લાખ રૂપિયા જ ટ્ર્સ્ટ ભેગું કરી શકયું. ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેસન દ્રારા 5 એકજર જમીનમાં મસ્જિદની સાથે હોસ્પિટલ, લાયબ્રેરી, કમ્યુનિટી કિચન, સંગ્રહાલય પણ બનાવવાનું આયોજન કરવામાં આવેલું છે.

બાબરી મસ્જિદમાં પક્ષકાર રહી ચુકેલા ઇકબાલ અંસારીએ કહ્યું કે અયોઘ્યા ધર્મની નગરી છે, જયાં હિંદૂ, મુસ્લિમ, શીખ, ઇસાઇ એમ બધા ધર્મના લોકો વસે છે. 5 કિલોમીટરની અયોધ્યામાં મંદિર, મસ્જિદ, ગુરુદ્રારા બનેલાં છે અને દેશ- વિદેશના લોકો અયોધ્યા આવે છે. આજે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. પુરી દુનિયામાં લોકો રામનું નામ લે છે. પછી ભલે તે હિંદૂ હોય કે મુસલમાન. પરંતુ સવાલ અયોધ્યાનો છે, જયાં મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન આપવામાં આવેલી છે. એના ટ્ર્સ્ટના લોકો કહી રહ્યા છે કે અત્યાર સુધીમાં 20 લાખ રૂપિયાનું જ ફંડ ભેગું થયું છે. એની સામે અયોધ્યમાં બનનારા રામ મંદિર માટે કરોડો રૂપિયાનું ફંડ ભેગું થઇ ચુક્યું છે. આ ટ્ર્સ્ટ ખાનગી હોવાથી લોકો જલ્દી વિશ્વાસ કરતા નથી.

 



નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp