બુદ્ધ પૂર્ણિમાઃ એક ખિસકોલીએ બનાવ્યા સિદ્ધાર્થને ગૌતમ બુદ્ધ

PC: morphostudios.com

કપિલવસ્તુના રાજકુમાર સિદ્ધાર્થ બુદ્ધત્વની શોધમાં ભટકી રહ્યા હતાં. હિંમત જવાબ આપવા લાગી. એક વખત તો એવો અહેસાસ પણ આવ્યો કે સત્ય અને જ્ઞાનની શોધ માટે પરિવારનો ત્યાગ કરવો વ્યર્થ લાગવા માંડ્યુ. ત્યાં જ એક ખિસકોલીએ એમના માટૅ દિશાસુચનનું કામ કર્યુ. થયું એમ અકે રાજકુમાર સિદ્ધાર્થને લાગવા માંડ્યુ કે હવે ખોજનો અંત આણી એમ ફરી રાજમહેલ પરત જવું જોઇએ. અંતે તેઓ કપિલવસ્તુ આવવા માટે પરત ફર્યા. રસ્તામાં તેમને તરસ લાગી અને નજીક જ એક સરોવર કાંઠે તેઓ પંહોચી ગયા. ત્યાં જ એમની નજર એક ખિસકોલી પર પડી.

ખિસકોલી વારે વારે પાણી પાસે જતી અને પોતાની પૂંછડી પાણીમાં ડુબાડી એને બહાર કાઢીને રેતી પર પૂંછડી ઝાટકી દેતી. ખિસકોલીના આવા પ્રય્તનને જોઇને સિદ્ધાર્થ વિચારમાં પડી ગયા. એમને એવું લાગ્યું કે ક્યાંક ખિસકોલી સરોવરને સુકવી નાંખવાનો પ્રયત્ન કરી રહી છે ? પણ એ તો અશક્ય છે. પણ અચાનક ખિસકોલી સિદ્ધાર્થ બાજુ વળી જાણે તે ખિસકોલી સિદ્ધાર્થને કશુંક કહેવા માંગતી હતી. ખિસકોલી એમને કહેવા માંગે છે કે જે કાર્ય કરવા માટૅ મનમાં એકવાર નિશ્ચય કરી લીધું હોય તે કાર્ય પૂર્ણ કરીને જ જપવું. પરિણામે સિદ્ધાર્થનો મોહભંગ થયો અને તેમને પોતાની નિર્બળતા અનુભવાતા તેઓ પરત ફરી તપમાં જોતરાયા અને અથાક પ્રયત્નો થકી તેઓ બુદ્ધત્વને પામ્યા.

બિહારમાં આવેલ ગયાના બોદ્ધ ભિક્ષુ નાગસેના કહે છે કે બુદ્ધ પુર્ણિમાને બૌદ્ધ જગતમાં ત્રિવિધ જયંતી રુપે પણ ઓળખવામાં આવે છે. કારણ કે વૈશાખી પુર્ણિમાના દિવસે જ રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ લુંબિણીમાં. બુદ્ધત્વની પ્રાપ્તિ ઉરુવેલ વન ( બોધગયાનું જુનું નામ) અને એમનું મહાપરિનિર્વાણ કુશીનગરમાં થયું હતું. વૈશાખી પૂર્ણિમાં બૌદ્ધો માટે પવિત્રમ દિવસોમાંથી એક દિવસ તરીકે ઊજવાય છે. આ વર્ષે તે 18 મેના દિવસે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp