ચાણક્ય નીતિ: સ્ત્રી,ભોજન અને ધન સંબંધિત બાબતોમાં કેવો વ્યવહાર કરવો જોઈએ

PC: clearias.com

આચાર્ય ચાણક્ય નીતિના અધ્યાયથી આપણે જીવનમાં ઘણુ બધુ જણાવા મળે છે. ત્યારે ચાણક્ય નીતિમાં 13 અધ્યાયના 19માં શ્લોક દ્ધારા સ્ત્રી, ભોજન, અને ધનથી જોડાયેલી મહત્વપૂર્ણ નીતિ તેમજ વાતોનું વર્ણન કરવામાં આવે છે. જેમને વિચારી જીવનમાં ઉતારવાથી માણસ તમામ પ્રકારની ખુશી મેળવી શકે છે. ચાણક્ય નીતિના અનુસાર, આ 3 બાબતમાં કહેવામાં આવેલી ભૂલો મોટી મુશ્કેલી બની શકે છે. જેથી પારિવારિક અને વ્યક્તિગત જીવન તો ખરાબ થઇ જાય જ છે સાથે જ આરોગ્ય પણ ખરાબ થઇ જાય છે. આ કારણ કોઇ પણ માણસ સુખમય રીતે જીવન પસાર નથી કરી શકતાં. ચાણક્ય નીતિમાં જણાવવામા આવે છે કે સામાન્ય મનુષ્યએ સ્ત્રીઓની બાબતોમાં કેમ રહેવું જોઇએ ભોજનની બાબતમાં સંતુષ્ટ રહેવું જોઇએ અને પૈસાની બાબતમાં સંભાળીને કેમ કહેવું જોઇએ આ તમામ વિશે શ્લોક જણાવવામાં આવે છે.

ચાણક્ય નીતિ શ્લોક

સન્તોષસ્તિષુ કર્તવ્ય: સ્વદારે ભોજને ધને ।
ત્રિષુ ચૈવ ન કર્તવ્યોડધ્યયને તપદાનયો:।।

આચાર્ય ચાણક્યે આ શ્લોકમાં 3 એવા કામ જણાવ્યા છે જેમાં સંતોષ કરી લેવો જોઇએ અને 3 એવા કામ જેમાં સંતોષ કરવો જોઇએ નહીં. આચાર્ય ચાણક્યના અનુસાર સ્ત્રી, ભોજન અને ધનની બાબતમાં મનુષ્યે સંતોષ કરી લેવો જોઇએ. એટલે સ્ત્રીથી મળનારા સુખ, વ્યવહાર, અને અન્ય બાબતોમા સંતોષ કરવો જોઇએ. તેમજ ભોજન પણ સંયમથી કરવું જોઇએ. ભોજનના બાબતમાં મન બનાવી લેવું જોઇએ. તેની સાથે જ પૈસાની બાબતમાં પણ સંતોષ રાખવો જોઇએ નહિંતર મુશ્કેલી વધી શકે છે. તે ઉપરાંત આચાર્ય ચાણક્ય જણાવે છે કે વિદ્યા અભ્યાસ, તપ અને દાન કરતા પણ સંતોષ કરવો જોઇએ નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp