સુરતમાં છે ભગવાન સ્વામીનારાયણની 194 વર્ષ જૂની પાઘડી, જાણો પાઘડીનો ઇતિહાસ

PC: baps.org

સુરતમાં ભગવાન સ્વામીનારાયણની 194 વર્ષ જૂની પાઘડી છે. ભગવાન સ્વામીનારાયણે સવંત 1881મા પારસી કોટવાળ અરદેશને પોતાની પાઘડી આપી હતી. આ પરિવારે ભગવાન સ્વામીનારાયણની પાઘડીને જીવની જેમ સાચવી રાખી છે. ભગવાન સ્વામીનારાયણની પાઘડી ખરીદવા માટે દેશ પરદેશથી લોકો લાખો અને કરોડો રૂપિયા ખર્ચવા પણ તૈયાર છે. આ પાઘડી ભાગવાનની યાદ હોવાના કારણે પરિવાર કોઈ પણ કિંમતે વેચવા માટે તૈયાર નથી.

આ પાઘડીના ઇતિહાસ બાબતે વાત કરવામાં આવે તો ભગવાન સ્વામીનારાયણ વિચરણ કરતા કરતા સવંત 1881મા વડોદરા ગયા હતા. વડોદરાના મંદિરમાં ધ્વજા રોહણ માટે સુરત અને વડોદરાના ભક્તો વચ્ચે હરીફાઈ થઈ અને તેમાં વડોદરા વાસીઓને ધ્વજા રોહણનો લાભ મળ્યો. એ સમયે સુરતના ભક્તોને ભગવાને કહ્યું હતું કે, હું સુરત જરૂર આવીશ. થોડા દિવસ બાદ ભગવાન સ્વામીનારાયણ સુરત આવ્યા હતા અને અરદેશર કોટવાળને ત્યાં રોકાણ કર્યું હતું. અરદેશર કોટવાળની સેવાથી ખુશ થઈને ભાગવાને સવંત 1881ના માગસર સુદ ત્રીજે અરદેશર કોટવાળને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યું હતું. અરદેશર કોટવાળને આપેલી પાઘડી અરદેશર કોટવાળના પુત્ર જહાંગીર શાહે સાચવી હતી. જહાંગીર શાહનું સંતાન વિના નાની ઉંમરે અવશાન થતા ભાગવાનની પાઘડી અરદેશર કોટવાળના પત્નીએ મોસાળમાં સોરાબજી વડીયાને ત્યાં પહોંચાડી હતી. ત્યારથી આજદિન સુધી અહીં જ આ પાઘડી સચવાય છે.

આ પાઘડી બાબતે પરિવારના લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ પાઘડી પહેલા તો બંધ જ રાખવામાં આવતી હતી પણ સત્સંગનો વ્યાપ વધવાના કારણે સત્સંગીઓ પાઘડીના દર્શન કરવાની વિનંતી કરતા હતા. જેના કારણે વર્ષમાં એકવાર ભાઈબીજના દિવસે ભગવાનની પાઘડીને દર્શન માટે મૂકવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp