ગુરુવારે કરો આ ઉપાય, ધંધામાં મંદી હોય તો થઈ જશે બેડો પાર

PC: pandit.com

ઘણા ઓછા લોકો જીવનમાં સારાએવા પૈસા કમાવવામાં સફળ થતા હોય છે. ધનાર્જન જ સફળતાનો સૌથી સટીક માર્ગ છે. દેવગુરૂ બૃહસ્પતિ (ગુરૂવાર) સમૃદ્રિના દેવતા છે. કુંડલીમાં બૃહસ્પતિની સારી સ્થિતિ વ્યક્તિને સમુદ્રિના માર્ગ પર ઝડપી લઈ જાય છે. તેવામાં નીચે આપેલા ઉપાય કરવાથી તમને ઘણા બધા લાભ મળશે.

રોકાયેલો વ્યાપાર પણ દોડવા લાગશે ઘોડાની જેમ – ગુરૂવારના દિવસે એક પાણીવાળો નારિયલ, એક જોડી જનોઈ અને સવા શેર પીળા રંગની મિઠાઈ ખરીદીને તેને સવા મીટર ચમકિલા પીળા રંગના કપડામાં લપેટી દો. હવે તેને શ્રી હરિ વિષ્ણુના મંદિરમાં જઈને મૂકી આવો. ધ્યાન રાખો કે પોટલી મૂક્યા બાદ ઘર સુધી પાછળ ફરીને જોશો નહી.

ગમે તેવો ક્રોધ થઈ જશે ઠંડો- બુધવારે નારિયેલ ખરીદીને રાત્રે ઉંઘતી વખતે તમારા તકિયાની બાજુમાં રાખી દો. ગુરૂવારે સવારે શુદ્ધ થઈને સ્વચ્છ કપડા પહેરીને શ્રી ગણેશ મંદિરમાં આ નારિયેલને ચડાવી દો.

ટેન્શન ફ્રિ કરશે આ દાન – એક સુકો નારિયેલ લો તેની વચ્ચેથી ખોલીને તેમાં 5 પ્રકારના મેવા, 5 રૂપિયાનો સિક્કો અને ખાંડનો ભૂક્કો નાંખી દો. ઉપરથી નારિયેલને ઢાંકી દો. પછી પીપળાના વૃક્ષ પાસે જઈને હાથ જેટલો ખાડો ખોદીને તેમા નારિયેલ દબાવી દો.

ગુરૂવારે પહેરો પુખરાજ – નગ રાશિ, દશા, લગ્નમાં સમસ્યા અનુસાર કમજોર ગ્રહોને બળવાન કરવા માટે પહેરવામાં આવે છે. જો ગુરૂ નીચેની રાશિમાં છે અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો પુખરાજ પહેરવાની શિખામણ આપવામાં આવે છે. પુખરાજને ગુરૂવારે સોનાની અંગુઠીમાં ઘડાવીને પહેરો. પુખરાજનું વજન ઓછામાં ઓછા ત્રણ રતી હોય છે. વિધિપૂર્વક ઉપાસના અને પૂઝન કરાવ્યા બાદ નીચે આપેલ મંત્રનો 19000 વાર જાપ કરીને શુક્લ પક્ષના બૃહસ્પતિવારે સૂર્યાસ્તથી એક કલાક પહેલા પૂર્વ શ્રદ્ધાપૂર્વક પુખરાજની અંગુઠીને તર્જની આંગળીમાં ધારણ કરી જોઈએ.

મંત્ર:

ॐ बृं बृहस्पतये नम:

ધનની પ્રાપ્તિ માટે 11 ગુરૂવાર ગરીબ મહિલાઓમાં કેળાઓનું દાન કરવું જોઈએ.
દામ્પત્ય જીવનમાં સુખમાં વૃદ્ધિ માટે 10 ગુરૂવાર કાળા શિવલિંગ પર કેસરના દૂધથી અભિષેક કરો.

 

Source vndian

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp