ભગવાનને આવ્યો હતો ગુસ્સો, આખું વર્ષ ભક્તો પ્રતિમા પર ચંદનનો લેપ લગાવી રાખે છે

PC: youtube.com

17 મે 2019ને શુક્રવારના દિવસે નરસિંહ જયંતી છે. ભગવાન વિષ્ણુના ૨૪ અવતારોમાંથી એક ભગવાન નરસિંહનું અર્ધ સ્વરુપ સિંહ અને અર્ધ સ્વરુપ મનુષ્ય હતું. પોતાના ભક્ત પ્રહલાદને પિતા હિરણ્યકશિપુના અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર ધર્યો હતો.

બાળપણમાં આ વાર્તા તમે અચૂક વાંચી હશે પણ તમને એ ખબર છે કે ભગવાન નરસિંહનું એક ખાસ મંદિર ભારતના જ એક રાજયમાં સ્થિત છે ?

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી માત્ર ૧૬ કિલોમીટર દુર સિંહાચલ પર્વત પર સ્થાપિત આ મંદિરની સ્થાપના ભગવાન નરસિંહના પરમ ભક્ત પ્રહલાદે જ બનાવડાવ્યું હતું. અહીં સ્થાપિત મૂર્તિ હજારો વર્ષ જૂની હોવાની ધારણા છે.

ભગવાન નરસિંહની મૂર્તિ સાથે માતા લક્ષ્મીની પણ મૂર્તિ છે. આખા વર્ષ દરમ્યાન ભગવાન નરસિંહની મૂર્તિ ચંદનના લેપથી ઢંકાયેલી હોય છે. કારણ કે પૌરાણિક માન્યતા પ્રમાણે ભગવાન નરસિંહ એ જ્યારે હિરણ્યકશિપુનો વધ કર્યો ત્યારે તેઓ પુષ્કળ ક્રોધમાં હતાં અને તેમનો ગુસ્સો હિરણ્યકશિપુના વધ બાદ પણ શાંત નહોતો પડતો ત્યારે તેમને શાંત પાડવા ચંદનનો લેપ કરવામાં આવ્યો. ફક્ત અખા ત્રીજના દિવસે જ આ લેપ દુર કરવામાં આવે છે અને ભગવાનના સંપૂર્ણ દર્શન માત્ર આ જ દિવસે થઈ શકે છે. આ દિવસે એક વિશાળ ઉત્સવની ઊજવણી કરવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp