બહુરુપી ઇચ્છા-લોભ જ બધા દુખોનું મુળ છે: આચાર્ય વિજય કીર્તિયશસૂરિશ્વરજી

PC: Khabarchhe.com

આચારાંગ સૂત્રને ધ્યાને લઇ આચાર્ય વિજય કીર્તિયશસૂરિશ્વરજી મહારાજે સુરતમાં કહ્યું કે, બહુરુપી ઇચ્છા-લોભ જ બધા દુખોનું મુળ છે. ઇચ્છા-લોભમાંથી જ દુખ જન્મે છે. આ ઇચ્છા-લોભમાંથી જન્મતા દુખોમાંથી મુક્ત થવાનો માર્ગ જૈન શાસ્ત્રોમાં દર્શાવ્યો છે. એ રસ્તો એટલે સંતોષ. એક  વખત સંતોષની લાગણી અનુભવતા થઇ જશો એટલે ધન-સંપત્તિ તમને તૂચ્છ લાગ્યા વગર નહીં રહે. કોઇપણ વસ્તુની ઇચ્છા જાગે કે તુરંત જ પ્રશ્ન ઉઠવો જોઇએ શું કામ છે આ વસ્તુનુ. આ વસ્તુની ઇચ્છા પુરી કરવાથી ફાયદો થવાનો છે કે નુકસાન. આ ઇચ્છા પુરી નઇ કરું તો શું ફેર પડવાનો છે. જે દિવસે તમારા મનમાં ઇચ્છા જાગે ત્યારે આવા પ્રશ્નો ઉદભવશે તે દિવસે તમે દુખ મુક્ત થવાની દિશામાં ડગ માંડી રહ્યા હોવાનું માનજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp