અક્ષય તૃતીયા પર આ રીતે કરશો પૂજા, તો ઘરમાં આવશે લક્ષ્મી

PC: amarujala.com

આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા વર્ષો પછી શુભ યોગ બની રહ્યો છે, તેવામાં જાણી લો કેવી રીતે પૂજા કરવાથી ઘરમાં પૈસો આવશે અને સોનું ખરીદવાથી ફાયદો થશે. આ વર્ષે 18 તારીખે અક્ષય તૃતીયા છે અને તેને આખા વર્ષનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ જ કારણ છે કે અક્ષય તૃતીયા પહેલા જ માર્કેટમાં ઘણી ઓફર આપવામાં આવી છે. તેની સાથે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં પણ આ તહેવારે સારું વેચાણ થશે તેવું માનવમાં આવી રહ્યું છે.

અક્ષય તૃતીયાની તિથિનો પ્રારંભ મંગળવાર 17 એપ્રિલની રાતે 3.45 વાગ્યે શરૂ થશે. 18 એપ્રિલ બુધાવર રાતે 1.45 વાગ્યે પૂરુ થઈ રહ્યું છે. સૂર્ય સિદ્ધાંત ગ્રંથમાં એવું વર્ણન છે કે કૃતિકા નક્ષત્રના પ્રથમ ચરણમાં મેષ રાશિમાં સૂર્યના હોવા પર સતયુગનો પ્રારંભ થયો. ભવિષ્ય પુરાણ અનુસાર ત્રેતા યુગનો પ્રારંભ પણ આ દિવસે થયો હતો. આ દિવસે બદરીનાથ ધામમાં નર-નારાયણનો અવતાર થયો હતો.

આ વાત સેક્ટર-30ના શ્રી મહાકાળી મંદિર સ્થિત ભૃગુ જ્યોતિષ કેન્દ્રના પ્રમુખ બિરેન્દ્ર નારાયણ મિશ્રાએ કહી છે. બિરેન્દ્ર નારાયણનું કહેવું છે કે 18 એપ્રિલના સૂર્યોદયનો સમય સૂર્ય મેષ રાશિમાં છે. કૃતિકા નક્ષત્રના પ્રથમ ચરણમાં છે અને સૂર્ય મેષ રાશિમાં છે. એવો સંયોગ ઘણા વર્ષો પછી આવે છે. કૃતિકા નક્ષત્રના પ્રથમ ચરણમાં સૂર્ય મેષ રાશિમાં હોવાને લીધે ફળદાયિની યોગ બની રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, અક્ષય તૃતીયાના દિવસે પિંડ વગર પણ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. ગંગા અને તીર્થ સ્થાનનું ખાસ મહત્ત્વ છે. માટે પાણીથી ભેરલો કળશ, પંખા, પગરખાં, ભૂમિ અને ગૌ દાનનું મહત્ત્વ છે. અક્ષય તૃતીયાના ગંગા સ્નાન કરવાનું પુણ્યશાળી માનવામાં આવે છે. જેની કુંડળીમાં પિત્રુ દોષ છે, તે પિત્રુઓને પિંડદાન, તર્પણ કરી શકે છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું, જમીન ખરીદવી, ગૃહ પ્રવેશ, નવો બિઝનેસ શરૂ કરવો, તીર્થયાત્રા કરવી શુભ માનવામાં આવે છે.

GSTને લીધે સોનાની કિંમતમાં વધારો થયો છે. પરંતુ ગયા વર્ષ અને આ વર્ષના સોનાના ભાવમાં કોઈ વધારે અંતર નથી. જ્યાં એક તરફ પહેલેથી સોના પર 1 ટકાનો ટેક્સ હતો, ત્યાં હવે તેની ઉપર ત્રણ ટકાનો GST લાગે છે. આવી સ્થિતિમાં બોજ સીધો ગ્રાહકો પર આવે છે. GST વધવાને લીધે ગ્રાહકો વજનમાં ઓછી હોય તેવી જ્વેલરીની ખરીદી વધારે કરી રહ્યા છે. હાલમાં 22 કેરેટ સોનાની કિંમત 30200 રૂ. છે અને 18 કેરેટ સોનાની કિંમત 26800 રૂ. છે.

પરંતુ અક્ષય તૃતીયાના દિવસે માર્કેટમાં ઘરાકી જોવા મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે. અને પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે પણ વિવિધ શોરૂમ દ્વારા વિવિધ પ્રકારનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp