ગુજરાતના આ જાણીતા ગણેશ મંદિરમાં બાપ્પાની પ્રતિમાની સૂંઢ ડાબી તરફ કેમ છે?

PC: voot.com

કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં વિઘ્નહર્તા શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે કારણ કે, ભગવાન ગણપતિને તમામ વિઘ્નોને હરનાર દેવ કહેવામાં આવે છે અને તેઓ પ્રથમ પૂજ્ય દેવ છે. ભગવાન ગણપતિની પૂજા કરવાથી સુખ અને શાંતિનો પણ અનુભવ થાય છે કારણ કે, ભગવાન ગણપતિ રિધ્ધિ-સિધ્ધિના પણ ઈશ્વર છે. પ્રથમ પૂજ્ય દેવ હોવાને કારણે દરેક મંદિરમાં ભગવાન ગણેશને સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં આવેલા ગણપતિપુરા ગામના ગણપતિ બાપાના મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે, ત્યારે આજે અમે ગણપતિપુરા ગામમાં ગણપતિ મંદિરની સ્થાપનાનો ઇતિહાસ તમને જણાવીશું. ગણપતિપુરા ગામ બગોદરા હાઈ-વે પર આવેલા ધોળકાથી નજીક આવેલું ગામ છે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે ગણપતિપુરા ગામના ગણેશ મંદિરમાં ગણપતિ મહારાજની મૂર્તિ છે, તે આખા વિશ્વમાં કોઈ જગ્યા પણ નથી. કારણ કે, આ એક જ એવી મૂર્તિ છે કે, જેમાં ગણપતિ બાપાની સૂંઢ જમણી તરફ નહીં પરંતુ ડાબી તરફ છે.

ગણપતિપુરા ગામમાં જે ગણેશ મંદિર આવેલું છે, તેની પાછળ પણ એક કથા છે. એક દિવસે ગામમાં જ્યારે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે જમીનની અંદરથી ગણેશ મહારાજની મૂર્તિ મળી આવી હતી. જમીનની અંદરથી મળેલી ગણપતિ મહારાજની મૂર્તિના કાનમાં કુંડળ અને માથાના ભાગે મુગટ અને અન્ય અલંકારો સુશોભિત હતા ત્યારબાદ ગામના લોકોને એવી ચિંતા સતાવી રહી હતી કે, આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવી કારણકે જે જગ્યાએથી મૂર્તિ મળી હતી, તે જગ્યા કોટ, રોજડા અને વનકુટા આ ત્રણ ગામની હદ ભેગી થતી હતી. ત્યારબાદ ગામના લોકોએ મૂર્તિને એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખસેડવા માટે બળદગાડુ મંગાવ્યું હતું. ગામના લોકોએ ગણેશજીની મૂર્તિને ગાડામાં મૂકી હતી અને જ્યારે તેઓ બળદને ગાડા સાથે બાંધે તે પહેલાં જ ગાડુ અચાનક જ ચાલવા લાગ્યુ હતો અને તે એક ટેકરી પર જઈને ઊભું રહી ગયું હતું અને ત્યારબાદ આ મૂર્તિનું સ્થાપન તે જગ્યા પર કરવામાં આવ્યું હતું. જે ટેકરી ગણેશજીની મૂર્તિનું સ્થાપન થયું તે ટેકરીને ગણપતિપુરાની ટેકરી તરીકે ઓળખવામાં આવે છે અને ગણેશજીની સ્થાપના બાદ જ ગામનું ગણપતિપુરા રાખવામાં આવ્યું.

મંદિરમાં ગણપતિ મહારાજની મૂર્તિની સ્થાપના વિક્રમ સવંત 933 અષાઢ વદ ચોથ રવિવારના દિવસે થઈ હતી. મંદિરમાં જે મૂર્તિ છે તેની ઊંચાઈ છ ફૂટની છે અને ગણપતિપુરા ગામ અમદાવાદથી 65 કિલોમીટરના અંતરે આવેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp