VIDEO: પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ, શિવાલયોમાં લાગી ભક્તોની લાઇન

શ્રાવણ મહિનો એટલે ભગવાન મહાદેવની પૂજા, અર્ચના અને આરાધનાનો મહિનો. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ કરવાથી ભગવાન શિવની અસીમ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે. 12 ઓગસ્ટ રવિવારના દિવસથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવ ભક્તો ભગવાન મહાદેવની મહાઆરતી, જલાભિષેક, દૂધ અભિષેક અને ભગવાન મહાદેવની ભક્તિમાં લીન રહેશે. શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે કોઈ તહેવારથી ઓછો નથી.

ગત વર્ષના શ્રાવણ મહિનાની તુલનામાં આ વર્ષે શ્રાવણ મહિનો 18 દિવસ મોડો શરૂ થયો છે. શાસ્ત્રો અનુસાર ભગવાન ભોળાનાથને સોમવાર વધારે પ્રિય છે. જેના કારણે સોમવારે ભગવાન શંકરની પૂજા અર્ચના અને ભક્તિનું અનોખું મહત્ત્વ રહેલું હોય છે. જો કે આ વર્ષે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે. શ્રાવણ મહિનાની શરૂઆત રવિવારે થઈ છે અને સમાપન પણ રવિવારે થશે.

શ્રાવણ માહિનાની શરૂઆત થતા શિવ મંદિરોમાં ભક્તોની કતારો જોવા મળી હતી. શહેરના શિવ મંદિરોમાં ભક્તો દ્વારા ભગવાન પર જળ અને દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp