26th January selfie contest

સુંદરકાંડનો પાઠ જે કરે છે રોજ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે હનુમાનજી

PC: i2.wp.com

હનુમાનજીને ઝડપથી પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. આ પાઠ કરનાર વ્યક્તિનું જીવન સુખ-શાંતિથી ભરેલું રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પાઠ કરવાથી કયા લાભ થાય છે? નથી જાણતાં તો આજે જાણી લો સુંદરકાંડ કરવાથી થતાં લાભ વિશે અને તેના ધાર્મિક મહત્ત્વ વિશે.

જ્યારે હનુમાનજી સીતાજીની શોધમાં નીકળ્યા હતા અને લંકા પહોંચ્યા ત્યારની ઘટનાનું વર્ણન રામાયણના આ ભાગમાં કરવામાં આવ્યું છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં સુંદરકાંડ બોલવાથી તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. એટલા માટે જ સુંદરકાંડનો પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ છે.

આ પાઠ કરવાથી જીવન પર આવેલા દરેક પ્રકારના સંકટ દૂર થઈ શકે છે. જ્યારે દરેક કામમાં નિષ્ફળતા મળતી હોય, આર્થિક તેમજ માનસિક તાણ પીછો ન છોડે ત્યારે જો આ પાઠ કરી હનુમાનજીનું આહવાન કરવામાં આવે તો ચમત્કારી પરિણામ જોવા મળે છે. શાસ્ત્રોનુસાર આ પાઠ વ્યક્તિમાં આત્મવિશ્વાસ પણ વધારી દે છે.

સુંદરકાંડના પાઠથી હનુમાનજી તુરંત પ્રસન્ન થાય છે. આ પાઠ શનિવારે કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. નિયમિત રીતે જે આ પાઠ કરે છે તેના જીવનમાં કોઈ જ પ્રકારની સમસ્યા ટકતી નથી. તેના પર સદા હનુમાનજીની કૃપા વરસતી રહે છે. આ પાઠ કરનારને પ્રભુ સફળતાનું વરદાન આપે છે.

રામાયણનો આ એક માત્ર એવો અધ્યાય છે જેમાં શ્રીરામના ભક્ત હનુમાનજીના વિજયનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પાઠનું વાંચન કરનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને સાથે જ કાર્ય કરવાની ઈચ્છાશક્તિ પણ વધે છે. સુંદરકાંડનો પાઠ કરનારને ધાર્મિક લાભ પણ પ્રાપ્ત થાય છે. આ પાઠ કરનાર પર હનુમાનજીની કૃપાદૃષ્ટિ રહે છે અને તેની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp