ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવી હોય તો કરો આ ઉપાય

PC: khaskhabar.com

જો ઘરના માહોલમાં જ નકારાત્મક્તા હોય તો ઘરના સભ્યોના મન અને વર્તનમાં પણ નકારાત્મક્તા આવે એ સ્વાભાવિક છે. આ કારણે માણસની પ્રગતી પણ રૂંધાય છે અને એકસાથે અનેક સમસ્યાઓ ઘરમાં આવીને ઊભી રહે છે. અને એટલે જ અમે તમારા માટે એવી કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ, જેને અમલમાં મુકશો તો તમારા ઘરમાં નકારાત્મક્તા નહીં રહે અને તમારી પ્રગતી બરકરાર રહેશે.

આ માટે દરેક જણે પોતાના ઘરમાં પોતું થાય ત્યારે પોતાના પાણીમાં સહેજ મીઠું ભેળવી દેવું જોઈએ. મીઠા પાસે નકારાત્મક્તા દૂર કરવાની ગજબની તાકાત રહેલી હોય છે.

ઘરમાં રોજ સવારે ગૌમુત્ર છાંટવું જોઈએ. ગૌમુત્રની તેજ સુગંધથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ઘરની નકારાત્મક્તા પણ દૂર થશે. આપણા પૂર્વજો ઘરની બહાર સાથિયો પૂરવાનો આગ્રહ રાખતા હતા. એનું કારણ એ હતું કે ઘરની બહાર સાથિયો પૂરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે અને એ ઊર્જા ઘરમાં શાંતિ અને પ્રગતી લઈ આવે છે.

આ ઉપરાંત રોજ સવારે લોબાન, ધૂપ, અગરબત્તી અથવા કપૂર સળગાવી એ ધૂમાડો આખા ઘરમાં ફેરવવો જોઈએ. આવું કરવાથી ઘરના ખૂણે ખૂણેથી નકારાત્મક્તા દૂર થશે. અને સુગંધને કારણે તમારા મન પણ પ્રફુલ્લિત રહેશે.

તો ઘરમાં સમૃદ્ધિ બનેલી રહે અને શાંતિનો વાસ રહે એ માટે ઘરના મુખ્ય દરવાજાની બહાર સ્વાસ્તિક અથવા ગણેશજીનું ચિહ્ન દોરવું જોઈએ. આ બંને તમારા ઘરના પહેરેગીર બનશે અને તમને હંમેશાં સંપન્ન રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp