ક્યારે છે લોહડી અને જાણો કેમ મનાવવામાં આવે છે આ તહેવાર

PC: dainikbhaskar.com

નવા વર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે. તેમની સાથે જ વર્ષના તહેવારો શરૂ થઇ ગયા છે. લોહડી વર્ષના પ્રમુખ તહેવારમાંથી એક છે. આ વર્ષે લોહડીનો તહેવાર 13 જાન્યુઆરી રવિવારના રોજ મનાવવામાં આવશે. લોહડી તહેવાર ગત વર્ષે પણ 13 જાન્યુઆરીએ જ મનાવવામાં આવ્યો હતો. ભારતમાં લોહડીનો અવરસ મુખ્ય રૂપથી પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને જમ્મૂમાં મનાવવામાં આવે છે. આ લોકપ્રિય તહેવારને ઉત્સવના રૂપમાં પણ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરના બહાર લોહડી પ્રગટાવે છે. આગનો ઘેરો બનાવી આજુ-બાજુમાં દુલ્લા ભટ્ટીની કહાની સાંભળે છે. સાથે જ રેવડી, મગફળી અને લાવો ખૂબ ખાવામાં આવે છે.

શા માટે મનાવવામાં આવે છે લોહડી

લોહડીને પરંપરાગત રૂપથી ફસલની વાવણી અને તેની કાપણીથી જોડાયેલો તહેવાર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે લોહડી શબ્દ 'લોઈ' (સંત કબીરની પત્ની)થી ઉપ્તન્ન થાય છે. જોકે કેટલાક લોકો ''લોહડી''ને ''તિલોરી''થી ઉત્પન્ન શબ્દ પણ જણાવે છે. માન્યતા એ પણ છે કે લોહડીની અગ્ની પ્રગટાવ્યા બાદ ઠંડી ઓછી થાય છે.

કોણ હતા દુલ્લા ભટ્ટી

દુલ્લા ભટ્ટીનો સંબંધ મુગલ કાળમાં અબકરના શાસનકાળથી છે. દુલ્લા ભટ્ટી પંજાબમાં રહેતા હતા. કહેવામાં આવે છે કે તે સમય યવુતીઓને ધનવાન સોદાગર વેપારીને વેચી દેવામાં આવતી હતી. ત્યારે તે સમય ગાળા દરમિયાન દુલ્લા ભટ્ટીએ યુવતીઓને આ ધનવાન સોદાગર વેપારીથી બચાવી હતી અને તેના લગ્ન હિન્દુ યુવકો સાથે કરાવ્યા હતા. દુલ્લા ભટ્ટીને પોતાના સમાજમાં નાયકની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે દર વર્ષે લોહડી પર ભટ્ટીની વાર્તા સંભળાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp