સોમનાથમાં શ્રાવણ માસનો પ્રારંભ, શું છે દર્શનનો સમય?

PC: toiimg.com

ગુજરાતભરમાં શ્રાવણ મહિનાનો ધાર્મિક રીતે પ્રારંભ થયો છે. દરેક શિવ મંદિર પર શિવ ભગવાનની પૂજા કરવા લોકો જઈ રહ્યાં છે. દેશમાં હિંદુઓના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. સમગ્ર શ્રાવણ માસમાં રોજ સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી શણગાર કરવામાં આવશે. જે 29 દિવસ સુધી રહેશે. વૃદ્ધો, યાત્રિકો, દિવ્યાંગોની મદદ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકો માટે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની ચારેબાજુ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિર-દર્શન, આરતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સોમનાથ મંદિરનો કાર્યક્રમ

  • મંદિર ખુલવાનો સમય સવારે 4:00 કલાકે
  • મહાપૂજન પ્રારંભ સવારે 6:15 થી 7:00 કલાકે
  • આરતી સવારે 7:00 થી 7:15 કલાકે
  • સવાલક્ષ બિલ્વપૂજન પ્રારંભ સવારે 8:30 કલાકે
  • મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ સવારે 8:45 કલાકે
  • મધ્યાહન મહાપૂજન 11:00 થી 12:00 કલાકે
  • મધ્યાહન આરતી 12:00 થી 12:15 કલાકે
  • શૃંગાર દર્શન 5:00 થી 9:00 કલાકે
  • દીપમાળા 6:30 થી 8:30 કલાકે
  • સાયં આરતી 7:00 થી 7:20 કલાકે
  • મંદિર બંધ થવાનો સમય 10:00 રાત્રે

2017મા શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના 25 લાખ જેટલા ભાવિકોએ દર્શન કર્યા હતા. ટ્રસ્ટની શ્રાવણ માસ દરમિયાન સવા ચાર કરોડ રૂપિયાની આવક થઈ હતી.

પાંચ વર્ષની આવક

  • 2010-11 : 20 કરોડ
  • 2011-12 : 22 કરોડ
  • 2012-13 : 31 કરોડ
  • 2013-14 : 34 કરોડ
  • 2014-15 : 33 કરોડ
  • 2016-17 : 35 કરોડ

સોમનાથ મહાદેવ મંદિરની આવકમાં દાન, મહેમાન ગૃહ, સોનું-ચાંદી, લાડુ પ્રસાદ તેમજ ટ્રસ્ટના વિવિધ મંદિરોની દાન પેટીની આવકનો સમાવેશ થાય છે. ગયા વર્ષે શ્રાવણ માસમાં 157 જેટલા ભાવિકોએ ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

2017મા લાઈવ

ઘરે બેઠા દર્શન કરી શકે તે માટે ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ દર્શનની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ દર્શનની અલાયદી વ્યવસ્થા 2017મા કરી હતી. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ સાઇટ પર દરરોજના આરતી દર્શનના ફોટોગ્રાફ અને વીડિયો મૂકવામાં આવે છે.

મંદિરના ફેસબુક પેજ પર ભારત સહિત અન્ય દેશોમાં અમેરિકા, આરબ અમીરાત, નેપાળ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, કુવેત, પાકિસ્તાન, જાપાન, ચીન, સહિત 44 જેટલા દેશોના ભક્તોએ દર્શન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp