ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 10-11-2019

વાર: રવિ

વિક્રમ સંવતઃ 2076

મહાવીર જૈન સંવતઃ 2546

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ કારતક

પક્ષઃ સુદ

તિથિ: તેરશ

પારસી તા.: 26

મુસ્લિમ તા.: 12

નક્ષત્રઃ રેવતી

યોગ: વરિયાન

કરણ: ગર

દિશાશૂલ: પશ્ચિમ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 16.30થી 18.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ મીન છે, તેથી જન્મેલા બાળકોના નામ દ.ચ.ઝ.થ.અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): વાણી ઉપર કાબૂ રાખવો. ગૃહજીવનમાં તાર્કિક દલીલો થાય. પ્રોપર્ટીના ધંધામાં ઉતાવળ કરવી નહીં. અન્યથા હાનિ થવાના યોગ બને છે. કાનૂની ગૂંચવણમાંથી માર્ગ મેળવી શકશો.

વૃષભ(બ.વ.ઉ): આનંદ ઉત્સાહમાં વધારો થાય. સ્થાવર મિલકત પ્રોપર્ટીના સોદાઓ પાર પડે. આર્થિક દૃષ્ટિએ ઘણો જ લાભપ્રદ દિવસ છે. વિશ્વાસમાં આવી જવાથી બનાવટ હાનિ થઇ શકશે જેથી ખાસ સાચવવું.

મિથુન(ક.છ.ઘ): આયોજનપૂર્વક કરેલ કાર્યોમાં સાનુકૂળતા રહે. પ્રગતિ માટે સાનુકૂળતા રહે. આવકમાં વધારો થાય. નિયમિત કામકાજ જળવાઇ રહેશે. લોકોને પ્રભાવિત કરી શકશો.

કર્ક(ડ.હ.): સ્વજનો મિત્રો સાથે મુલાકાત થાય. ધંધાકીય પ્રગતિ જળવાય રહે. મજબૂત મનોબળના કારણે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પાર પાડી શકશો. વિશ્વાસે ચાલવાથી હનિ થઇ શકે.

સિંહ(મ.ટ.): કાર્યક્ષેત્રે સફળતા મેળવવામાં માટે વ્યર્થની દોડધામ કરવી પડે. નાણાકીય લેવડ-દેવડમાં સ્પષ્ટ રહેવું. કોઇની સાથે વધુ પડતી ચર્ચા વિચારણા કરવી યોગ્ય નથી. તબિયતની કાળજી રાખવી.

કન્યા(પ.ઠ.ણ.): અગત્યના કાર્યોમાં ધારેલી સફળતા મળે. ધારેલી સફળતા મેળવી શકશો. નેતાગીરીના ક્ષેત્રમાં સફળતા મળે. નોકરીમાં આર્થિક ફાયદો મેળવી શકશો. સુંદર ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશો.

તુલા(ર.ત.): સગા સંબંધીઓનો સહકાર મળી રહેશે. સંતાનો તમારા કાર્યક્ષેત્રમાં મદદરૂપ થાય. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઇ રહેશે. મનને વધુ પ્રફુલ્લિત રાખી શકશો. ઉત્સાહજનક કામગીરી થાય.

વૃશ્ચિક(ન.ય.): ધાર્મિક ભાવના વધે. મિત્રો ઘણાં હોય. પ્રવાસો લાભદાયી નીવડે. આર્થિક પ્રગતિ યથાવત રહેશે. મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિમાં વધારો થાય. જૂના હઠીલા દર્દોમાં રાહત જણાય.

ધન(ભ.ધ.ફ.ઢ.): સંતાન સંબંધી ચિંતા રહે. પ્રતિસ્પર્ધીઓથી સાવધ રહેવું. આવકની સ્થિતિ જાળવવી મુશ્કેલભરી રહેશે. ખર્ચ પર અંકૂશ મૂકવો. પરિવારમાં મનમુટાવ રહે.

મકર(જ.ખ.): કાર્યક્ષેત્રે મહત્ત્વાકાંક્ષાઓ વધે. તંદુરસ્તી સારી રહે. રોકાયેલા નાણાં પાછા ફરે. ભૂતકાળમાં કરેલા કાર્યક્ષેત્ર સંબંધી આયોજનો પાર પડે. મહેનતનું સારુ ફળ મળે.

કુંભ(ગ.શ.સ.): અંગત સંબંધી સાથે લાંબા સમય બાદ મેળાપ થાય. સંતાનની પ્રગતિથી મનમાં પ્રસન્નતા અનુભવશો. ધાર્યા કાર્યો આજે પાર પાડી શકશો. વિકાસલક્ષી આયોજનનું વિસ્તૃતિકરણ કરી શકશો.

મીન(દ.ચ.ઝ.થ.): લાંબા સમયથી અધૂરા રહેલા કાર્યો આજે પૂર્ણ થાય. કૌટુંબિક બાબતે મહત્ત્વાકાંક્ષાઓ ફળે. પ્રવાસથી લાભની આશા ફળિભૂત થાય. મનવંચ્છિત ફળની અપેક્ષા પૂરી થાય.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp