ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તા 13-07-2019

વાર: શનિ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ અષાઢ

પક્ષઃ સુદ

તિથિ: બારશ

પારસી તા.: 01

મુસ્લિમ તા.: 09

નક્ષત્રઃ અનુરાધા

યોગ: શુભ

કરણ: બવ

દિશાશૂલ: પૂર્વ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 09.00થી 10.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ વૃક છે, તેથી જન્મેલા બાળકોના નામ ન.ય. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): કાયદાકીય બાબતમાં હિસાબની બાબતમાં ખાસ સાચવવું. હાથ,પગ સંબંધી ફરિયાદ રહી શકે. મહેનત પ્રમાણેનું ફળ મેળવવામાં અવરોધ આવે. કાર્યક્ષ્્પ્રોત્રે અણધારી મુસીબત આવે.

વૃષભ(બ.વ.ઉ): મહત્ત્વકાંક્ષી નિર્ણયો લઈ શ્રેષ્ઠ પ્રગતિ કરી શકશો. કર્મશીલ બનશો. તબિયત એકંદરે સારી રહેશે.કામ કરવા પાછળનો ઉત્સાહ જળવાઇ રહેશે. કાનૂની મૂંઝવણમાંથી માર્ગ મળે.

મિથુન(ક.છ.ઘ): સ્વાસ્થ્ય સંબધી તકલીફ હોય તો તે દૂર થાય. વૈભવ સમૃદ્ધિની ચીજવસ્તુઓની ખરીદી કરી શકશો. જીવનમાં મહત્ત્વના પરિવર્તન આવે.

કર્ક(ડ.હ.): સ્વતંત્ર વિચારશીલ બનશો. કાર્યક્ષેત્રે મિત્રોનો સહકાર મેળવી શકશો. લેખન, સાહિત્ય પ્રત્યે રુચિ વધે. આનંદ ઉત્સાહ વધે.ઉત્સાહજનક કામગીરી કરી શકશો. લોકોને પ્રભાવિત કરી શકશો.

સિંહ(મ.ટ.): જીવનસાથીનું અક્કડ વલણ પ્રગતિમાં અવરોધરૂપ બને. કાર્યક્ષેત્રે પ્રગતિમાં રૂકાવટ આવે.સંતાનની પ્રગતિ જાઇ મન પ્રસન્ન રહેશે પરિવારમાં કલહ-કંકાસભર્યુ વાતાવરણ રહે.

કન્યા(પ.ઠ.ણ.): આકસ્મિક લાભની તક ઝડપી શકશો. ચિંતાનું નિવારણ સહજ પ્રયાસે થાય. ધાર્મિક ચિંતન મનન વધે. સમાજ ઉપયોગી કાર્યો કરી શકશો. આરોગ્ય એકંદરે સારુ રહેશે.

તુલા(ર.ત.): વિદ્વાન વ્યક્તિની મુલાકાત લાભદાયી બને. વિલંબથી પણ ધાર્યુ પરિણામ મેળવી શકશો.ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય. મનોબળ મજબૂત બનશે. આર્થિક પ્રગતિ વેગીલી બને.

વૃશ્ચિક(ન.ય.): આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યોમાં સફળતા મળે. ભાગ્યોદય માટે કરેલા પ્રયત્નોમાં આજે સફળતા મળે. સંતાનની પ્રગતિ માટે નવા આયોજનો હાથ ધરી શકશો.

ધન(ભ.ધ.ફ.ઢ.): ઈચ્છિત સફળતામાં વિલંબ થયા કરવાથી મન અશાંત રહેશે. પારિવારિક મૂંઝવણ અનુભવશો. દાંપત્યજીવનમાં વિવાદની સ્થિતિ વધે. કાયદાકીય બાબતમાં નિષ્ણાત બનશો.

મકર(જ.ખ.): કુંટુંબમાં માન-સન્માન મેળવી શકશો. રોકાયેલા નાણાં છુટા થાય. માનસિક શાંતિ જળવાઈ રહેશે.દાંપત્યજીવનમાં એકબીજાને અનુકુળ થઇ વાતાવરણને મધુર બનાવી શકશો.

કુંભ(ગ.શ.સ.): વિશેષ દોડધામ કરી સારી સફળતા મેળવી શકશો. કેટલાક કાર્યો આસાનીથી પતાવી શકશો. સારી વ્યક્તિની ઓળખાણ થાય.રાજકીય વ્યક્તિઓથી લાભ થાય.

મીન(દ.ચ.ઝ.થ.): આર્થિક બાબતોમાં સ્થિરતા આવશે. ધાર્યા કરતાં કાર્યક્ષેત્રમાં વધુ યશ મળે. આનંદ ઉત્સાહ કામ કરવાની ઈચ્છા વધે.મહત્ત્વાકાંક્ષમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp