26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 14-02-2020

વાર: શુક્ર

વિક્રમ સંવતઃ 2076

મહાવીર જૈન સંવતઃ 2546

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2020

માસઃ મહા

પક્ષઃ વદ

તિથિ: છઠ્ઠ

પારસી તા.: 02

મુસ્લિમ તા.: 19

નક્ષત્રઃ ચિત્રા

યોગ: ગંડ

કરણ: ગર

દિશાશૂલ: પશ્ચિમ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 10.30થી 12.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ તુલા છે, તેથી જન્મેલા બાળકોના નામ ર.ત. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): ઉત્સાહ રાખવાથી ધાર્યા કાર્યો આજે પાર પાડી શકશો. મેનેજમેન્ટ ક્ષેત્રના જાતકોને વધુ લાભ થાય. આ વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આગળ જતા વધુ લાભ પ્રાપ્ત થાય. લાભદાયી મુસાફરી થાય.

વૃષભ(બ.વ.ઉ): પવિત્ર અને વિદ્વાન વ્યક્તિના વિચારોથી પરિવર્તન આવશે. ધર્મકાર્યો માટે સાનુકૂળતા સર્જાય. વ્યવહારકુશળ બનાવથી અનેક કાર્યો આપમેળે ઉકેલાઇ જતા જણાશે. પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી બનશો.

મિથુન(ક.છ.ઘ): લાલ રંગથી લાભ થાય. લોકોપયોગી કાર્યો કરવાથી સમાજમાં માન સન્માન મેળવી શકશો. યશ અને કિર્તિમાં ચાર ચાંદ લાગે. તબિયત સારી રહે. જીવનસાથીનું વલણ પ્રોત્સાહક રહે.

કર્ક(ડ.હ.): સ્વાર્થી મિત્રો ઉપર વધુ વિશ્વાસ રાખવાથી બનાવટ હાનિના યોગ બને છે. પડવા વાગવાથી માથામાં ઈજા ન થાય તે બાબતે કાળજી રાખવી. સ્વાસ્થ્ય સાચવવું. વધુ તાર્કિક બનશો.

સિંહ(મ.ટ.): કાર્યક્ષેત્રે મિત્રોનો સહકાર મળી રહેતા પ્રગતિની અનેક તકો ઝડપી શકશો. ભૂતકાળમાં કરેલા નાણાકીય રોકાણોથી લાભ થાય. સ્વાસ્થય એકંદરે સારું રહે. સાહિત્ય, સંગીતમાં શ્રેષ્ઠ રુચિ વધે.

કન્યા(પ.ઠ.ણ.): ધર્મકાર્યો માટે આસ્થા વધશે. પરિવારમાં સ્નેહની વૃદ્ધિ થાય. લાંબા સમયથી અધૂરા રાખેલા કાર્યોનો આજે સુખદ નિવેડો આવે. મહત્ત્વના કાર્યો પરિપૂર્ણ થાય.પરિવારમાં સ્નેહ જળવાઇ રહેશે.

તુલા(ર.ત.): અનેક વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો. પ્રગતિ થવાથી આનંદ ઉત્સાહ રહે. કુંટુંબમાં સ્નેહ અને સંપનું વાતાવરણ રહે. પ્રગતિ માટે કરેલા પ્રયત્નોમાં આંશિક સફળતા મળે.

વૃશ્ચિક(ન.ય.): હિતશત્રુઓથી સાવધાન રહેવું. કાર્યક્ષેત્રે સહકાર્યકર્તાઓનો સહયોગ નહીં મળવાથી પ્રગતિમાં વિલંબ સર્જાય. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેવાથી મન અશાંત રહે. ચિંતાના કારણોનો ઉકેલ નહીં આવે.

ધન(ભ.ધ.ફ.ઢ.): સત્તા અને શાણપણથી સિદ્ધિ મળે. પરીવારમાં આનંદભર્યુ વાતાવરણ રહે. સમાધાન અને શાંત વલણથી ફાયદો થાય. શેરના વ્યવસાયમાં ફાયદો થાય. દાંપત્યજીવનમાં વાતાવરણ મધુર બને.

મકર(જ.ખ.): સાનુકૂળ સમાચાર મળતા હર્ષમાં વધારો થાય. દાંપત્યજીવનમાં અનેક મતભેદોને નિવારી શકશો. વાહનની ખરીદી થતા મન પ્રસન્ન રહેશે. સ્વભાવે વધુ ચતુર અને હોંશિયાર બનશો.

કુંભ(ગ.શ.સ.): દૂરની મુસાફરીના યોગ પ્રબળ છે. ધાર્મિક કાર્યો કરી શકશો. વૈભવ અને સમૃદ્ધિની ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશો. સ્નેહીજન સાથે સુખદ મિલન થાય.યાત્રાપ્રવાસમાં સફળતાનું વધુ રહેશે.

મીન(દ.ચ.ઝ.થ.): મહત્ત્વના કાર્યોમાં ઉતાવળ કરવાથી નુકશાન થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રે ઉપરી અધિકારીનો સહયોગ ન મળતા પ્રગતિમાં વિલંબ થવાની શક્યતા છે. વિકાસલક્ષી આયોજનો લાભદાયી બને.

---------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp