ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પોષ સુદ એકમ/પડવો

ગુરુવાર

14 જાન્યુઆરી 2021

પારસી રોજ 02

મુસ્લિમ રોજ 29

નક્ષત્ર: શ્રવણ

યોગ: વ્રજ

કરણ: બવ

આજરોજ જન્મેલા બાળકનું નામ મકર રાશિ અને અક્ષર (ખ, જ) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 14:10થી 15:32

આજે પંચક નથી

આજે ચંદ્ર દર્શન થશે.

આજે મકરસંક્રાંતિ.

મેષ: આજનો દિવસ આપના માટે કામકાજમાં વધુ સારો બનતો નથી, જેના કારણે શાંતિથી દિવસ પસાર કરવો.

વૃષભ: આજના દિવસમાં જે પણ કઈ કામ કરશો તેમાં વધુમાં વધુ મહેનત કરવી પડશે, છતાં ઓછું ફળ મળે.

મિથુન: આજનો દિવસ આપના માટે સામાન્ય બને છે, જેના કારણે આપને આજના દિવસમાં આર્થિક અને પારિવારિક દ્રષ્ટિથી સાચવીને રહેવાનું છે.

કર્ક: આજનો દિવસ આપના માટે અંગત વ્યક્તિઓ સાથે વાદ-વિવાદ વગર પસાર કરવાનો છે, દામ્પત્ય જીવનમાં ખટરાગ નહીં આવે તેનું ધ્યાન રાખવું.

સિંહ: આજનો દિવસ આપના માટે વિરોધીઓથી સાચવવાનો છે, આજના દિવસમાં કોઇપણ કાયદાકીય ગૂંચ નહીં આવે તેનું ધ્યાન રાખવું.

કન્યા: આજનો દિવસ વિદ્યાર્થી બંધુઓ માટે નબળો બને છે, સાથે સાથે સામાન્ય જન માટે કોઈના પર વિશ્વાસ કરીને આગળ ચાલવા જેવો સમય નથી.

તુલા: આજના દિવસમાં કામકાજના સ્થળ પર સાથે કાર્ય કરતા વ્યક્તિઓ સાથે જીભાજોડીમાં ઊતરવું નહીં, મન પર કાબુ રાખીને સમય પસાર કરવો.

વૃશ્વિક: આજના દિવસોમાં કોઈપણ અગત્યના નિર્ણયો કે અગત્યના કામકાજને આગળ ધપાવવાની જરૂર નથી.

ધન: આજનો દિવસ આપના માટે આર્થિક અને પારિવારિક દ્રષ્ટિથી નબળો છે, જેથી પરિવારના વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખવું.

મકર: આજનો સમય આપના માટે માનસિક રીતે સ્વસ્થ થતા જાળવીને આગળ વધવા જેવો છે, કોઈપણ કારણોસર કોઈ પણ વ્યક્તિ પર મગજ ગુમાવવું નહીં.

કુંભ: આજનો સમય આપના માટે વધુ પડતા ખર્ચ વાળો છે, જેથી વધુ નુકસાની થવા સંભવ બને છે, કાળજી રાખવી.

મીન: આજનો દિવસ આપના માટે અંગત અંગત વ્યક્તિઓ પર વિશ્વાસ રાખીને ચાલતા હોય તો તેમાં પણ દગો ફટકો થાય તેવા પ્રબળ યોગ બને છે.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp