ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તા 14-07-2019

વાર: રવિ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ અષાઢ

પક્ષઃ સુદ

તિથિ: તેરશ

પારસી તા.: 02

મુસ્લિમ તા.: 10

નક્ષત્રઃ જયેષ્ઠા

યોગ: બ્રહ્મ

કરણ: કૌલવ

દિશાશૂલ: પશ્ચિમ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 16.30થી 18.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ વૃક છે, તેથી જન્મેલા બાળકોના નામ ન.ય. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): પરિવારમાં વ્યર્થના વિવાદ ટાળવા. મસ્તક અને કમરની બીમારીમાં તબિયતની ખાસ કાળજી રાખવી. આર્થિક રીતે નુકશાની થાય. સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળે.

વૃષભ(બ.વ.ઉ): હરિફો, પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો. મન આનંદમાં રહે. કાર્યવ્યવસ્થા આપને અનુરૂપ થવાથી કામ કરવાનો ઉત્સાહ જાગશે. પ્રગતિ આડેના અવરોધ દૂર થાય.

મિથુન(ક.છ.ઘ): કોઈને તમારા પ્રત્યે ગેરસમજ થઈ હશે તો તે દૂર થશે. કોઈ નિકટના સ્વજનનું મિલન થતા મન પ્રસન્નતાથી ઝુમી ઉઠશે. સંતાનોના શુભ કાર્યો હાથ ધરી શકાય. સ્નેહીજનનો મિલાપ થાય.

કર્ક(ડ.હ.): આપત્તિમાંથી માર્ગ મળે. પરિવારમાં હર્ષનું વાતાવરણ રહે. ધર્મકાર્યો તરફ મન વળે. યાત્રા-પ્રવાસ સૂખરૂપ પાર પાડે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય.ભાગીદારીમાં યશ મળે.

સિંહ(મ.ટ.): પશ્ચિમ દિશામાંથી અશુભ સમાચાર મળે. પરિવારમાં સુલેહ સંપ જાળવવામાં અવરોધ. સ્વાસ્થ્યની સમસ્યાઓ આવે. વ્યવહારિક બાબતોને લીધે પરિવારમાં વિવાદ થાય.

કન્યા(પ.ઠ.ણ.): પરિવારમાં આનંદોલ્લાસનું વાતાવરણ રહે. બપોર સુધીમાં આર્થિક લાભ થાય. રોકાયેલા નાણાં યા ઉઘરાણી છુટી થાય. દાંપત્યજીવનમાં લાગણી-સ્નેહ જળવાઇ રહેશે.

તુલા(ર.ત.): ખરીદ-વેચાણના કાર્યમાં સફળતા મળે. સવારથી ઉત્સાહ જણાય. આર્થિક હાનિ ટાળી શકાય. પૂર્વ દિશામાંથી પ્રગતિના સમાચાર મળે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિધન્ આવે.

વૃશ્ચિક(ન.ય.): સર્વાંગી પ્રગતિનો દિવસ કહી શકાય. રોજિંદી આવકમાં વધારો થાય. શુભ ગ્રહયોગોથી યશમાં વધારો થાય. ઉત્કર્ષ આડેના અવરોધો દૂર થાય.

ધન(ભ.ધ.ફ.ઢ.): કાર્યક્ષેત્રે સહકાર્યકર્તાઓનો સહયોગ ન મળતાં મન અશાંત રહે. હિસાબની બાબતમાં, કાયદાકીય બાબતમાં, નાણાકીય વ્યવહારમાં ખાસ સાચવવું. નવીનકરણ લાભદાયી બને.

મકર(જ.ખ.): લાંબા ગાળાના આયોજનોમાં મિત્રોનો સાથ સહકાર મળી રહે. આધ્યાત્મિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં સરળતા રહે. નૈૠત્ય અને પિમ દિશામાંથી લાભકારક સમાચાર મળે.

કુંભ(ગ.શ.સ.): દાંપત્યજીવનમાં ઉચ્ચ વિચારથી પ્રગતિ થાય. પરિવારમાં સુમેળભર્યુ વાતાવરણ રહે. યાત્રા પ્રવાસના આયોજનોમાં સફળતા મળે. હર્ષનું વાતાવરણ અનુભવી શકશો.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp