26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા. 14-06-2019

વાર: શુક્ર

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ જેઠ

પક્ષઃ સુદ

તિથિ: બારશ

પારસી તા.: 02

મુસ્લિમ તા.: 10

નક્ષત્રઃ સ્વાતિ

યોગ: શિવ

કરણ: કૌલવ

દિશાશૂલ: પશ્ચિમ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 10.30થી 12.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ તુલા છે, તેથી જન્મેલા બાળકોના નામ ર.ત. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): અભ્યાસમાં પ્રગતિ જળવાઈ રહેશે. મહત્ત્વની બાબતોમાં અણધારી મદદ મળી રહેશે. આરોગ્ય એકંદરે સારું રહે. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. પરિવારમાં યશ-કીર્તિ વધે.

વૃષભ(બ.વ.ઉ): પરિવારમાં સુલેહ સંપનું વાતાવરણ જળવાઈ રહે. સગા સંબંધીઓનો કાર્યક્ષેત્રે યોગ્ય સહકાર મળી રહે. આર્થિક બચતના આયોજનો સફળ થાય. માનસિક પ્રફુલ્લિતા વધે.

મિથુન(ક.છ.ઘ): ધંધાકીય ક્ષેત્રે વિશેષ સફળતા મેળવી શકશો. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. જૂના શત્રુઓ નમતા આવે. સર્વાગી પ્રગતિ જળવાઇ રહેશે. દરેક કાર્યમાં સફળતા મળે.

કર્ક(ડ.હ.): મહત્ત્વના કાર્યમાં અવરોધ આવે. અગત્યના આયોજનો મુલતવી રાખવા. કોઈ કારણસર બેચેની રહે. મન કાર્યમાં નહીં લાગે. અદાલતી વિવાદમાં સફળતા મેળવી શકશો.

સિંહ(મ.ટ.): જાહેર સામાજિક ક્ષેત્રે વિશેષ સફળતા મેળવી શકશો. ન ધારેલી વ્યક્તિનો સહકાર મળી રહે. પરિવારમાં શાંતિ મળે. આવનારી આપત્તિઓને ટાળવાનું જોમ પ્રાપ્ત થાય.

કન્યા(પ.ઠ.ણ.): અગાઉ કરેલા આયોજનો થઈ લાભ થાય. દાંપત્યજીવમાં મધુરતા રહે. સંતાનોની પ્રગતિ જોઈ મન પ્રસન્ન રહે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે. ઉત્તર દિશામાંથી પ્રગતિની તક મળે.

તુલા(ર.ત.): લાંબા સમયથી અધૂરા રહેલા કાર્યો આજે પૂર્ણ કરી શકશો. મહત્ત્વના કાર્યોમાં પ્રગતિ થાય. માનસિક શાંતિ જણાય. પરિવારમાં સુમેળ જળવાય. સ્વાસ્થ્ય સારું રહે.

વૃશ્ચિક(ન.ય.): પરિવારમાં સંતાનની પ્રગતિ અંગે ચિંતા રહે. કાર્યક્ષેત્રે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે. તબિયતની કાળજી રાખવી. ધાતુના વ્યવસાયમાં એકંદરે ફાયદો થાય.

ધન(ભ.ધ.ફ.ઢ.): અગાઉ કરેલા આયોજનો દ્વારા લાભ થાય. સંતાનો તમારા કામમાં મદદરૂપ થાય. ધાર્યા કાર્યો પાર પાડી શકશો. નેતાગીરીના ક્ષેત્રે વિશેષ સફળતા મળે. પરિવારમાં સલાહ-સંપ વધે.

મકર(જ.ખ.): પારિવારિક વિવાદનું સમાધાન થાય. વડીલોના સહકારથી કાર્યક્ષેત્રે લાભ થાય. મનમાં ધારેલા કાર્યો આજે પરિપૂર્ણ કરી શકશો. મૂડી રોકાણનું વળતર અપેક્ષાથી વધુ મળે.

કુંભ(ગ.શ.સ.): સામાજિક કાર્યોમાં ધાર્યા કરતા વધુ સફળતા મળે. પરિવારમાં અગત્યના આયોજનો થાય. માનસિક પ્રફુલ્લિતા વધે. ધંધામાં પ્રયત્નો ફળતા લાભ ઉભા થશે.

મીન(દ.ચ.ઝ.થ.): અગત્યના કાર્યમાં કોઈ પણ કારણસર વિલંબ થાય. મિત્રો સાથે નજીવી બાબતે વિવાદ ન વધે તેની કાળજી રાખવી. ઉશ્કેરાટની પળોમાં માનસિક સંયમ જાળવી શકશો.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp