ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તારીખ: 14-10-2021

તિથી: નોમ

દિવસ: ગુરુવાર

રાશિ: મકર (ખ,જ)

મેષ: આજે તમારો દિવસ ખર્ચાળ રહેશે, નવા એડમિશન માટે પણ ભાગદોડ રહેશે, પારિવારિક વ્યવસાયથી જોડાયેલા કામ સફળ રહેશે.

વૃષભ: ધાર્મિક અને આધ્યાત્મિકમાં થોડી રૂચિ લેવી, કોઇપણ જગ્યાએ સહી-સિક્કા કે પેપરને લગતું કાર્ય ટાળવું, વેપારી વર્ગને માનસિક બેચેની રહે.

મિથુન: વેપાર-ધંધામાં નવી યોજના બનાવવામાં ધ્યાન આપશો, ઘરનું વાતાવરણ પણ સુખમય બની શકે, સ્વાસ્થ્ય નરમ ગરમ રહે.

કર્ક: નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે, તમારા વિચારોમાં પોઝિટીવિટી લાવો, સ્વાસ્થ્યમાં પડવા વાગવાના યોગ છે.

સિંહ: આજે તમને દિવસ થોડો મુશ્કેલીવાળો લાગે, બેચેની રહેશે, નવીન તકો મેળવવા અથાગ મહેનતની જરૂર પડશે, સ્વાસ્થ્ય મધ્યમ રહે.

કન્યા: આજે તમે તમારા કામમાં મન લગાવી શકશો, સ્વજનો ના નિકટ રહીને તેમની ભાવનાઓને સમજી શકશો, ગુસ્સા પર કાબુ રાખવો, સ્વાસ્થ્ય મધ્યમ રહે.

તુલા: આજે તમારા મનમાં પોતાને જ લઇને ઉચાટ રહેશે, પરિવાર સાથે સમય વિતાવવાથી તમને શાંતિ મળશે, મુસાફરીના યોગ છે.

વૃશ્વિક: આજે તમને કંઇક અલગ કરવાનો વિચાર આવશે, અધિકારીઓ સાથે સૂમેળ ભર્યા સંબંધો રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન: આજે આપનો દિવસ વિશેષ લાભદાયી રહેશે, પારિવારિક સુખ શાંતિનો અનુભવ કરશો, સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર: થોડું સંભાળીને કાર્ય કરવા સૂચન છે, નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઇ શકે, જીવનસાથી સાથે સૂમેળ રહેશે, સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ: આજે જવાબદારીઓ પુરા મનથી નિભાવશો, વાહન, જમીન ખરીદવા યોગ બની શકે, સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન: મનોરંજન તેમજ ફાલતું ખર્ચ પાછળ દિવસ જાય, ઘર અને વ્યવસાયમાં સંતુલન જાળવવું, માનસિક શાંતિ રહેશે, સ્વાસ્થ્યની કાળજી લેવી.

મિત્તલ વ્યાસ
98989 44850

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp