26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 14-09-2019

વાર: શનિ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ ભાદરવા

પક્ષઃ સુદ

તિથિ: પૂનમ

પારસી તા.: 29

મુસ્લિમ તા.: 14

નક્ષત્રઃ પૂર્વાભાદ્રપદ

યોગ: શૂળ

કરણ: બાલવ

દિશાશૂલ: પૂર્વ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 09.00થી 10.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં. 

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ છે, તેથી જન્મેલા બાળકોના નામ ગ.શ.સ. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય

મેષ(અ.લ.ઈ): મહત્ત્વની બાબતમાં અણધારી મદદ મળી રહેશે. પરિવારમાં યશ-કીર્તિમાં વધારો થાય. સ્વભાવે વધુ સ્પષ્ટવક્તા, સાહસી બનશો. વ્યવસાયમાં મોટી સિદ્ધિ હાસંલ કરી શકશો.

વૃષભ(બ.વ.ઉ): નેતાગીરીના ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી શકશો. પરિવારમાં વિખવાદનું સમાધાન થતા મન ખુશખુશાલ રહેશે. ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે.

મિથુન(ક.છ.ઘ):  એકબાજુ સંતાનની પ્રગતિથી હર્ષ થાય તો બીજી બાજુ પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહે. આવક-જાવકના પલ્લા સરભર રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિધ્ન આવે.

કર્ક(ડ.હ.): લાંબા ગાળાના આયોજનોમાં મુશ્કેલી નડે. મસ્તકની બીમારીમાં સજાગ રહેવું. કામની કદર ન થતા કામ કરવામાં મન લાગે નહીં. વિકાસશીલ આયોજનો થાય.

સિંહ(મ.ટ.): આનંદ-પ્રમોદમાં ઉત્સાહમાં દિવસ વ્યતીત કરશો. શૃંગાર-સજાવટની વસ્તુઓની ખરીદી કરી શકશો. કાર્યક્ષેત્રે પત્નીનો સહકાર મળી રહેશે. નવા કાર્યોની શુભ શરૂઆત કરી શકશો.

કન્યા(પ.ઠ.ણ.): ધંધામાં પ્રયત્નો ફળતા લાભ ઊભા થશે.મૂડી રોકાણનું મોટું વળતર અપેક્ષાથી ઝાઝુ મળે. નોકરિયાત વર્ગને બઢતી મળે. પૂર્વ દિશામાંથી શુભ સમાચાર મળે.

તુલા(ર.ત.): ભાવિ આયોજનો બનાવવામાં વ્યસ્ત રહેશો. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરી શકશો. જીવનસાથી તરફનું વલણ વધુ પ્રેમાળ બનશે. આરોગ્ય વિષયક ચિંતા હળવી થાય.

વૃશ્ચિક(ન.ય.): હરો ફરો પણ મનને શાંતિ જેવું જણાય નહીં. મગજ પર વધુ ભાર રહેશે. કોઇક માનસિક ટેન્શન મૂંઝવણ વધારી શકશે. માનસિક શાંતિમાં રાહત જણાય નહીં.

ધન(ભ.ધ.ફ.ઢ.):  મનોબળ મક્કમ બનશે. આધ્યાત્મિક કાર્યોમાં પ્રગતિ થાય. નેતાગીરી ક્ષેત્રે ઉજ્જવળ તક મળે. હરિફો પર વિજય મેળવી શકશો. ધંધામાં ઉતાર-ચઢાવ આવે.

મકર(જ.ખ.): યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકશો. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મળે. પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વધારો થાય. સાચા મિત્રોની સંખ્યામાં વધારો થાય. આવકની સ્થિતિ જળવાઇ રહેશે.

કુંભ(ગ.શ.સ.): જીવનસાથી સાથે મનમેળમાં વૃદ્ધિ થાય. વૈભવ સમૃદ્ધિમાં વધારો થાય. ઇત્તર પ્રવૃત્તિઓ લાભદાયી નીવડે. વિદ્યાર્થીઓને પ્રગતિનો માર્ગ મળે. નવીનીકરણ લાભદાયી બની શકે.

મીન(દ.ચ.ઝ.થ.): નવા કાર્યની શુભ શરુઆત કરવી નહીં. કોઇને નાણાકીય રીતે મદદરૂપ થતા હાનિ સહન કરવી પડે. પિતરાઇઓ સાથેના વિવાદ થાય. પારિવારિક જીવનમાં મતભેદ વધે.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp