ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા. 15-08-2019

વાર: ગુરુ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ શ્રાવણ

પક્ષઃ સુદ

તિથિ: પૂનમ

પારસી તા.: ગાથા

મુસ્લિમ તા.: 13

નક્ષત્રઃ શ્રવણ

યોગ: સૌભાગ્ય

કરણ: વિષ્ટિ

દિશાશૂલ: દક્ષિણ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 13.30થી 15.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ મકર છે, તેથી જન્મેલા બાળકોના નામ જ.ખ. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ. લ. ઈ): સ્થાયી પ્રોપર્ટી અંગેના કાર્યોમાં મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી શકશો. દાંપત્યજીવનમાં મધુરતાનું વાતાવરણ જળવાઈ રહેશે. પરોપકારી અને લોકસેવાની વૃત્તિ વધે. નવીનીકરણ લાભદાયી રહે.

વૃષભ(બ. વ. ઉ): કાર્યક્ષેત્રે પરિવર્તન લાભદાયી બની શકે. દાંપત્યજીવનમાં સ્નેહનો સરવાળો થાય. સ્વભાવે સ્પષ્ટવક્તા અને સાહસી બનશો. આર્થિક પ્રગતિ વધે. ધંધાકીય આયોજનો ફળીભૂત થાય.

મિથુન(ક. છ. ઘ): વાણી-વર્તન પર સંયમ રાખવો અન્યથા કાર્યક્ષેત્રે નુકશાની સહન કરવી પડે. કોઈ આર્થિક બનાવટ ન કરી જાય તે બાબતે ખાસ કાળજી રાખવી. કલાના વિષયોમાં આગવી પ્રતિભા વધે.

કર્ક(ડ. હ.): એકંદરે પ્રગતિમય દિવસ છે. હરો ફરો પણ તમારું મન લાગશે નહીં. તમારા સલાહ સૂચનો મિત્રો પારિવારિક સભ્યો માટે સહાયભૂત થઈ શકશે. મહત્ત્વાકાંક્ષી નિર્ણયો લઇ શકશો.

સિંહ(મ. ટ.): સંતાનો માટે વધુ આશાવાદી બનશો. એકંદરે મધ્યમ દિવસ છે. કુટુંબીજનોની આશાને સંતોષી શકશો. ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકશો. પરિવારમાં કલહ-કંકાસનું વાતાવરણ સર્જાય.

કન્યા(પ. ઠ. ણ.): મિત્રો માટે લાભદાયક સલાહ-સૂચનો કરી મિત્રોમાં પ્રિય બનશો. કર્મચારી વર્ગના સહકારથી કાર્યક્ષેત્રનો સુંદર વિકાસ થાય. વ્યવસાયલક્ષી આયોજનનું વિસ્તૃતીકરણ થાય.

તુલા(ર. ત.): મનથી વિરોધીઓ ઉભા કરશો. સ્વભાવે વધુ પડતા લાગણીશીલ અને ઉદાર બનશો. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. વિચારોને અમલમાં મૂકવામાં વિધ્ન સર્જાય. ચિંતાકારક પરિબળો દૂર થતા જણાય.

વૃશ્ચિક(ન. ય.): વૈભવ સમૃદ્ધિની વસ્તુઓની ખરીદી કરી શકશો. લોકોપયોગી કાર્યોમાં ખર્ચનું પ્રમાણ વધુ રહે. કૌટુંબિક, પારિવારિક સ્નેહમાં વૃદ્ધિ થાય. દાંપત્યજીવનમાં મતભેદ આવે.

ધન(ભ. ધ. ફ. ઢ.): બપોર પછી ધારેલી સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. ઘરમાં શુભ માંગલિક પ્રસંગો ઉજવાય. હરીફો પર વિજય મેળવી શકશો. ઉપરી અધિકારી વર્ગનો સહકાર મળે.

મકર(જ. ખ.): કાર્યક્ષેત્રે ઉતાવળીયા નિર્ણયો ન લેવાય જાય તે બાબતે કાળજી રાખવી. પ્રતિકૂળ વાતાવરણથી સાવધ રહેવું. ભાગ્યોદયની નવી-નવી તકો ઝડપી શકશો. નવા સાહસથી સિદ્ધિ મળે.

કુંભ(ગ. શ. સ.): કોઈનું ભલું કરવા જતા આર્થિક હાનિ થઈ શકે. કેળવવા માગતા હમસફરથી સાવધ રહેવું. કાર્યક્ષેત્રે કામ કરવામાં મન નહી લાગે. પેટ,આંતરડાં સબંધી તબિયત અંગેની કાળજી રાખવી.

મીન(દ. ચ. ઝ. થ.): જૂની બીમારીમાં કંઇક અંશે રાહત મેળવી શકશો. વડીલો સાથે સંબંધોમાં મધુરતા આવે. યાત્રા-પ્રવાસમાં વિદ્વાન વ્યક્તિનો પરિચયથી લાભ થાય. પારકાના વિવાદમાં પડવું નહીં.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp